Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પોરબંદર લોકસભાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હિસાબમાં ખર્ચ ઓછો બતાવવા બદલ ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી

પોરબંદરના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારે હિસાબ રજૂ કરેલ જેમા ખર્ચ ઓછો બતાવવા બદલ ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારોને નોટિસ ફટકારી છે બંને ઉમેદવારોએ :ખર્ચના હિસાબમાં ગોલમાલ થયાનું અનુમાન છે

   કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી ખર્ચ માત્ર 7,41,879 બતાવ્યો ;અત્યારસુધીમાં તેઓનો ખર્ચ 10,27,556 થવો જોઈએ :ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે 3,94,413 ખર્ચ રજૂ કરેલ જયારે ચૂંટણી સેન્ડો રજીસ્ટર મુજબ 24,53,516 રૂપિયા થાય ;આમ બંને ઉમેદવારોએ દર્શાવેલ રકમમાં મોટો ફરક હોવાથી બંને ઉમેદવારોને નોટિસ ફટકારી :યોગ્ય ખુલાસો ના થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસમાં ઉલ્લેખ છે

(11:31 pm IST)