Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભાવનગરમાં ઇવીએમની સીલિંગ કામગીરી :મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા

ભાવનગર :આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી દરમ્યાન જિલ્લાભરમાં મતદાન મથકો ઉપર મોકલવામાં આવનારા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તથા વીવીપેટની સીલીંગની કામગીરી ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં તમામ ઇવીએમ અને બેલેટ યુનિટની ચકાસણી કરી સીલ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયા હતા.

(8:48 pm IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST