Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સામાન્ય બોલાચાલીમાં ૧૨માના ૩ છાત્રોના હાથે યુવકની હત્યા

ભુજ, તા.૧૬: ગાંધીધામના ખોડીયારનગર પાસે ગત મહિને ૪૦ વર્ષીય યુવાન પરમહંસના થયેલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ત્રણ બાઈકસવાર યુવાનોએ પરમહંસને માર માર્યા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ઘટના બાદ પૂર્વ કચ્છ એલસીબીએ વિવિધ સીસી ટીવી ફુટેજના આધારે શોધખોળ કરતા ત્રણ યુવાનો જે બાઇક ઉપર નીકળ્યા હતા એ બાઇક નંબર મળી આવ્યો હતો. જેને પગલે એલસીબી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા આ બાઇક ૧૨મુ ધોરણ ભણતો પોતાનો પુત્ર વાપરતો હોવાનું પિતાએ કહ્યું હતું. જેને પગલે પોલીસે તે છોકરાની પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ખુલી ગયો હતો. ૧૨મુ ધોરણ ભણતા ત્રણ મિત્રો બનાવના દિવસે ખોડિયારનગર પાસે મોબાઈલ ઉપર વાત કરતા કરતા પગપાળા જઈ રહેલા પરમહંસ સાથે બાઇક ઉપર જતી વખતે ટકરાયા હતા પરિણામે તેમની બોલાચાલી તેમ જ મારામારી થતા. ત્રણેય મિત્રોએ પરમહંસને ગડદા પાટુ સાથે મૂઢ માર માર્યો હતો. પછી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત પરમહંસનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ખબર પડતાં ત્રણેય મિત્રો ડરી ગયા હતા અને પોતાના વતન બિહાર ભાગી ગયા હતા. પણ, પોલીસે શોધખોળ ચાલુ રાખતા બાઈકનો પત્તો મળ્યો હતો જેના ઉપર થી પોલીસે એક સગીર આરોપીની ધરપકડ કરી લીધી છે. જયારે અન્ય બે સગીર આરોપીઓ વતન બિહાર માં હોઈ પોલીસે હવે તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલસીબીની ટીમે એક મહિના પૂર્વે થયેલ આ હત્યા કેસનો ભેદ સફળતાપૂર્વક ઉકેલ્યો છે.

(4:14 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST