Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મોરબીમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતો દર્શન પરમાર પકડાયો

જામનગરના વિજયસિંહનું નામ ખુલ્યુઃ એલસીબીનો દરોડો

મોરબી, તા.૧૬: આઈપીએલ સીઝન સાથે સટ્ટો રમવાની મોસમ પણ પુરબહારમાં જામે છે ત્યારે ક્રિકેટ સટ્ટો રમતા ઇસમોને કાયદાનું ભાન કરાવવા પોલીસ સતત દરોડા કરી રહી છે જેમાં શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને એલસીબીએ ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે શનાળા રોડ જીઆઈડીસી નાકા પાસે રજની પ્લાઝામાં આવેલ દુકાનમાં દરોડો કરતા મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા આરોપી દર્શન દિલીપભાઈ પરમાર રહે શનાળા રોડ હાઉસિંગ બોડ મોરબી વાળાને ઝડપી લઈને તેની પાસેથી ૧૫૦૦૦ રોકડા, મોબાઈલ ત્રણ નંગ કીમત ૪૦,૦૦૦ અને સેટટોપ બોકસ ટીવી સહીત કુલ ૭૧,૨૦૦ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી વિજયસિંહ રાયજાદા રહે જામનગરવાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:14 pm IST)