Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આલે..લે ગોંડલમાં એટીએમએ દગો દીધો ! રપ૦૦ને બદલે પ૦૦ નિકળ્યા

બેદરકારી અંગે ગ્રાહક દ્વારા બેંકમાં ફરિયાદ

ગોંડલ, તા. ૧૬ : અહીં ખાતે એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા મામલે બેંક તંત્રવાહકોની બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ગ્રાહક રપ૦૦ ઉપાડયા, પરંતુ મળ્યા માત્ર પ૦૦ !!

આ અંગેની વિગતો મુજબ અત્રે અક્ષર મંદિર સામે આવેલા એટીએમમાંથી દિલીપ ગોણોદયા નામના ગ્રાહકે પૈસા ઉપાડતા પૈસા સાથે ચલણી નોટના બંડલ ઉપર લગાવવામાં આવતી સ્લીપ નીકળવા સાથોસાથ પુરા પૈસા ઉપાડાઇ ગયાનો મેસેજ આવતા ડઘાયેલા ગ્રાહકે બેંકમા ધા નાંખી છે.

દિલીપ ગણોદીયાએ ઉપરોકત એટીએમમાંથી રૂ. રપ૦૦/- ઉપાડવા માટે ટ્રાન્ઝેકશન કર્યું ત્યારે રૂ. પ૦૦/-ના દરની એકજ નોટ અને ચલણી નોટના બંડલ ઉપર લગાવવામાં આવતી સ્લીપ નીકળી હતી !  જયારે રૂ. રપ૦૦ ઉપાડવામાં આવ્યાનો મેસેજ મળતા આ ગ્રાહકે બેંકની લગત શાખામાં દોડી જઇ આ ગતકડા વિશે રજૂઆત કરી હતી. અત્યારે બેંક દ્વારા આ મામલાનું નિરાકરણ લાવવાની ખાત્રી અપાઇ છે, પરંતુ એટીએમમાં ચલણી નોટો મૂકવામાં આવે ત્યારે આવી સ્લીપ પણ મુકાઇ જાય એવડી બેદરકારી ??!  આવા ટાંકણે ગ્રાહકે દોડાદોડી કરવાની ? તેવા સવાલો ઉઠતા સાથે એટીએમમાં ચલણી નોટો મૂકવા સમયે ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવે તેવી લાગણી બળવતર બની છે.

(4:13 pm IST)