Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મોરબીના અંતરિયાળ વિસ્તારના ૩૦૦ બાળકોનો અભ્યાસ ખર્ચ ઉઠાવતી ટીમ વિઝનઃ તાપથી બચવા ચંપલ વિતરણ

મોરબી, તા.૧૬: જેમાં એલ ઇ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોનું એક ગ્રુપ પોતાના અભ્યાસ સાથે ગરીબ બાળકોને પોતાના ખર્ચે અભ્યાસ કરાવી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારના ૩૦૦ બાળકોનો અભ્યાસ ખર્ચ ઉઠાવે છે.

મોરબીની એલ ઈ કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા ધ્રુવિન રાખોલિયા અને વિરલ ભડાણીયા સહીત ૫૦ કોલેજીયન યુવાનો ટીમ વિઝન નામે સંસ્થા ચલાવી રહ્યા છે જે સંસ્થા દ્વારા સમાજ તથા પર્યાવરણ ઉપયોગી દ્યણા કાર્યો ટીમ દ્વારા કરવામા આવે છે સંસ્થા દ્વારા તાજેતરમાં કુંડા તેમજ પક્ષીના માળા એલ.ઇ.કોલેજ વિસ્તારમાં લગાડવામાં આવ્યા હતા. તેમજ ગરીબ બાળકોને આ ધમધમતા તાપની અંદર પગમાં પહેરવા માટે ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત સંસ્થાના સરાહનીય કાર્યની વાત કરીએ તો જીલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારો જયાં શ્રમિક પરિવારના બાળકો અભ્યાસથી વંચિત રહી જતા હોય છે તેવા વિવિધ ૧૨ જેટલા કેન્દ્રો પર ૩૦૦ વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન મળી રહે તે માટે યુવાનોની ટીમ સતત મહેનત કરી રહી છે ટીમ વિઝન થકી કોલેજીયન યુવાનો વિકેન્ડમાં બાળકોને અભ્યાસ કરાવવા પહોંચી જાય છે આજના કોલેજીયન યુવાનો જયારે વિકેન્ડમાં પાર્ટી કે પછી પીકનીક યોજતા હોય છે ત્યારે આ યુવાનો ૩૦૦ જેટલા બાળકોને અભ્યાસ કરાવી રહયા છે મોરબીની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં કુલ ૧૨ જેટલા કેન્દ્રો પર કુલ ૩૦૦ જેટલા બાળકોને ભણાવીને પોતાનો કોલેજ લાઈફનો અમૂલ્ય વિકેન્ડ ટાઈમ આ ટીમ આ બાળકોના ઘડતર પાછળ ઈન્વેસ્ટ કરે છે. વિકેન્ડ સિવાયના દિવસોમાં પણ આ બાળકોનું શિક્ષણકાર્ય ચાલુ રહે એ માટે શિક્ષકો અને સુપરવાઈઝર પણ રાખેલ છે. રોજનો નાસ્તા તેમજ શિક્ષકોના પગારનો કુલ ખર્ચ મહિને અધધ ૧,૦૦,૦૦૦/- (એક લાખ દર મહિને) જેટલો થાય છે. આ નિભાવ ખર્ચ હાલ મોરબીના ઉદ્યોગપતિ રાધેભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવે છે.

ટીમ વિઝનના મોટાભાગના યુવાનો મોરબીના નથી. તેઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ મોરબી છોડી જવાના છે તે નકકી હોવાથી આ પ્રવૃતિ અવિરત ચાલતી રહે એ માટે તેઓ કોલેજમાંથી તેમના જુનિયર્સ તૈયાર કરી રહ્યા છે.

સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરીથી પ્રભાવિત થઈને અન્ય સામાજિક સંસ્થાઓ પણ તેમને સહયોગ આપી રહી છે થોડા દિવસો પૂર્વે જ સાર્થક વિદ્યામંદિર પરિવારના કિશોરભાઈ શુકલ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી તેમજ બાળકો પાસે જીવન જરૂરી ચીજવસ્તુઓનો પણ અભાવ જોવા મળ્યો હતો જેથી પ્રગતિ કલાસીસના પ્રમોદસિંહ રાણા અને ડો. પરીક્ષિત જોબનપુત્રા સહિતના સેવાભાવીઓ દ્વારા બધા બાળકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા.

(11:53 am IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST