Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બાબરા તાલુકાના ગળકોટડી ગામે ગેરકાયદેસર જમીન દબાણ દુર કરવા મામલતદારને લેખીત રજુઆત

બાબરા, તા.૧૫:બાબરા તાલુકા ના ગળકોટડી ગામે ગામના જુના તળાવની જમીન ઉપર ગળકોટડી ગામે જમીન ધરાવતા બાબરાના ધોડકીયા અરૂણાબેન ગોરધનભાઈની સર્વે નંબર ૭૭૨ ખાતા નંબર ૫૨૬ હે, આરે, ચોરસ સીમી ૧-૨૮-૪૯ વાળી ખેતીની જમણી આવેલ છે. તે જમીનની બાજુમાં ગળકોટડી ગામની ખરાબાની જમીનમા બાબરાના ગોરધનભાઈ જીવરાજભાઈએ ગેરકાયદેસર દબાણ કરીને સરકારશ્રી કરોડોની ઉપર જમીન ફરતે ખુટા નાખી દીધા છે ગામના સરપંચ તરીકે અનેક વાર રજુઆત કરવા છતાં પણ દબાણ દુર નથી કરવામાં આવ્યું બાબરા તંત્રની ઢીલી નીતીથી બાબરા પંથકમા આવા ભુ માફીયાઓએ રાજકીય વગથી જમીનો પચાવી પાડી છે આગામી દિવસોમાં જો તંત્ર કોય પગલાં નહીલે તો કલેકટર કચેરીએ ધરણા કરવામાં આવે છે.

આ બાબતે સમગ્ર ગામની મંજુરી સાથે ગામ જાગ્રુત સરપંચ તરીકે મારી જવાબદારીને લય આ બાબતે બાબરા મામલતદાર સાહેબને ગળકોટડી ગામે જુના તળાવની જમણી પર થી દબાણ દુર કરવા રજુઆત કરી હતી. ગામનુ જુનુ તળાવ સંક્રટ સમયે ગામ લોકોને પાણી પુરૂ પાડે છે.  દબાણ કારક ની પોતાની માલિકીની જમીન માપણી કરી અને અન્ય ખરાબાની જગ્યાનુ દબાણ દુર કરે એવી બાબરા મામલતદાર ને રજુઆત સરપંચ વાસુરભાઇ ચોહાણ દ્વારા કરવામાં આવી છે.

(11:50 am IST)