Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ત્રંબા પંથકના પાંચ ગામોમાં કોળી સમાજની અવગણના થતાં ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગીઃ મિટીંગ યોજાઇ

આગામી દિવસોમાં સંમેલન યોજવાની તૈયારીઃ બીજા ગામો પણ જોડાય તેવી શકયતા

રાજકોટ તા. ૧૬: લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના ત્રંબા, કાળીપાટ ,વડાળી, ઢાંઢીયા અને ઢાંઢણી સહીતના પાંચ ગામોના કોળી સમાજના ભાજપના જ આગેવાનો કાર્યકરોમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. આ ગામોમાં કોળી સમાજની અવગણના થયાની લાગણી સાથે સમાજની તાકીદની એક બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ સાથે છેડો ફાડવા સુધીની વાત પહોંચી જતા રાજકિય ભુકંપ સર્જાવાની શકયતા સેવાઈ રહી છે.ઙ્ગ

 જાણવા મળ્યા મુજબ ત્રંબા વીસ્તારના કોળી સમાજના આગેવાનોની ભાજપ પક્ષમાં સતત અવગણના થતી હોવાથી આ વીસ્તારના કોળી સમાજની એક બેઠક યોજાઈ હતી. જેમાં ભારે અસંતોષની લાગણી વ્યકત થઇ હતી. આ વાતની જાણ થતાં ભાજપના નેતાઓમા દોડધામ મચીજવા પામી છે. એક તરફ કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયા છે ત્યારે આ વીસ્તારમાં કોંગ્રેસે પોતાની પકડ વધુ મજબુત કરવા તેમના આગેવાનો-કાર્યકરોને દોડતા કરી દીધા છે. ત્રંબાઙ્ગ કાળીપાટ અને વડાળીના કોળી આગેવાનો અને ભાજપના હોદેદારો જી એન જાદવ, કાનજી બારૈય,ા છગન મેર સહીતનાની ભાજપ દ્વારા અવગણના કરાતી હોવાથી એક બેઠક યોજાઇ હતી.

ત્રંબા ભાજપ ના કાર્યકરોમાં જી. એન. જાદવ કોળી સમાજના પ્રમુખ અને રાજકોટ તાલુકા ભાજપના મિડીયા કન્વીનર પણ  છે. બેઠકમાં કોળીસમાજ ઉપ પ્રમુખ મનોજભાઈ બાવળીયા, લાલજીભાઈ વિરજીભાઇ મકવાણા, કલ્પેશભાઇ પોપટભાઇ ડેરવાડીયા, અશ્વીનભાઇ ધીરૂભાઈ મેર, છગનભાઇ ચુરાભાઈ ડાંગર,ધીરજભાઇ જેસિંગભાઇ મેર, બાબુભાઈ મનજીભાઇ મોરવાડીયા, મનસુખભાઇ નાનજીભાઇ મકવાણા, શામજીભાઇ પરબતભાઇ મોરવાડીયા, વિજયભાઈ હિરાભાઇ ખોરાણી, વિનોદભાઈ છગનભાઇ મેર તેમજ કાળીપાટ ભાજપના આગેવાનો-કાર્યકરોઙ્ગ સરપંચ છગનભાઇ મેર-ભાજપ ઈન્ચાર્જ, જગદીશ ઉકાભાઇ જાદવ, શામજીભાઇ માવજીભાઇ મેર, રણછોડભાઈ વસરામભાઇ ગોવાણી, હંસરાજ ભાઇ નરશીભાઇ ગોવાણી, સંજયભાઈ વિઠ્ઠલભાઈ માલકિયા, ભરતભાઇ જસમતભાઇ મકવાણા, શૈલેષ ભાઇ બાબુભાઈ સરવૈયા, બચુભાઈ નાનજીભાઇ જાદવ, વિઠ્ઠલભાઈ નારણભાઈ મકવાણા, ગોપાલભાઈ નરશીભાઇ ઉતેરીયા, વિજયભાઈ રદ્યુભાઈ સાગઠીયાઙ્ગતેમજ વડાળી ભાજપ કાર્યકરો રાજકોટ તાલુકા ભાજપ સદસ્ય કાનજીભાઈ બારૈયા, રણછોડભાઈ રાજાભાઇ મેર, ગોરધનભાઈ સવસીભાઇ હાંડા, સુરેશભાઈ સવજીભાઇ મેર, મનસુકભાઈ સોથાભાઇ સોરાણી, રમેશભાઇ વસરામભાઇ બારૈયા, ધીરૂભાઈ નાનજીભાઇ કુકડીયા, બાબુભાઈ તળશીભાઈ સોલંકી, ધીરૂભાઈ પુનાભાઈ મેણીયા, નારણભાઈ નરશીભાઇ જાદવ, લાધાભાઇ જાદવ તેમજ મહિલાઓ મિટીંગમાં હાજર રહ્યા હતાં.

(11:50 am IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST