Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કેશોદમાં કોંગ્રેસના ૨૦૦ કાર્યકરો ભાજપમાં

 કેશોદઃ પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઇ ધડુકના પ્રચાર અર્થે કેશોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં સંબોધિત કરવા આવેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશાળ જાહેર સભાજને સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે જો આ લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચેની છે જો કોંગ્રેસ આવશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ન ફોડવા દેવા હોય તો ભાજપને મત આપશો તે જણાવતાં વધુમાં જણાવ્યું હતું કે દેશમાં સુખ અને શાંતિ જોઇતી હોય તો ભાજપને સતાની દોર સોંપવી પડશે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે દેશવાસીઓને શાંતિની સાથે સાથે વિકાસ અને રોજગારી ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે દેશની સુરક્ષા માટે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીને ફરીવાર દેશનું સુકાન સોંપવાની લોકોને અપીલ કરી હતી. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ અને કેશોદ રાજપૂત સમાજ તથા સર્વ જ્ઞાતિ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા તથા નગરપાલિકાના સભ્ય ભારતીબેન ભટ્ટ તથા અન્ય અંદાજે બસ્સો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ મુખ્યમંત્રીના વરદ હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ કિશોરભાઇ દેવાણી, કેશોદ)

(3:34 pm IST)