Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો અને હાર્દિક પટેલની ઉપસ્થિતિ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કાલે લોકસભાની ચુંટણી અનુસંધાને રાજુલા નજીક આવેલ આશરાણા ચોકડી ખાતે જાહેર સભા સંબોધવા પહોંચ્યા હતા. આ જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, વિરજીભાઇ ઠુંમર, સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ  ગાયત્રીબા વાઘેલા સહીતના ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(11:46 am IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST