Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચોટીલા, ઢોકળવામાં બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી

દલિત સમાજે ૩ યુવા મૃતકોનાં માનમાં મૌન રેલી સાથે નેત્રદાન મહિમા સાથે શ્રધ્ધાંજલી અર્પી

ચોટીલા તા.૧૫:  ચોટીલા ખાતે ૧૨૮મી બાબા સાહેબની જન્મ જયંતિ પ્રસંગે તાજેતરમાં જ મોલડી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલ ૩ યુવકોનાં શોકમાં મોૈન રેલી સાથે નેત્રદાન મહિમાને વર્ણવતા અનોખી પહેલ સાથે રેલી યોજી હતી જેમાં દલિત સમાજનાં આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના ભાઇઓ બહેનો જોડાયેલ હતા શહેરનાં મુખ્ય ર્મા ઉપર બાબાસાહેબનાં કટઆઉટ સાથે નેત્રદાન મહાદાનનો મહિમા વર્ણવી તાજેતરમાં અકસ્માતમાં મોતને ભેટેલ યુવકોનાં પરિવારે કરેલ ચક્ષુદાનની પહેલને દરેક સમાજને મહાદાનનો સંદેશ આપેલ રેલીની પૂર્ણાહુતી રામેશ્વર આશ્રમ ખાતે મૃતક યુવકોને શ્રધ્ધાંજલી સાથે પૂર્ણ કરવામાં આવેલ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજે સ્વર્ગસ્થના શોકમાં પાંચ મિનીટ મોૈન પાળીને શોકની લાગણી વ્યકત કરેલ હતી.

ચોટીલાના ઢોકળવા ગામે આંબેડકર નગર ખાતે ડો. ભીમરાવ બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે ભીમ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં સમુહ ભોજન સાથે ભવ્ય ભીમ ભજનનો કાર્યક્રમ બિનરાજકીય રીતે યોજવામાં આવેલ હતો જેમાં આસપાસના ગામડાઓમાં રહેતા દલિત સમાજ મોટી સંખ્યામાં જોડાયેલ હતો જેમાં સામાજીક જાગૃતતાનો સંદેશ નાના ગામ સુધી પહોંચે તે માટે પ્રવાહને આગળ ધપાવવા માટે ઢોકળવા ગામ બોૈદ્ધ સભા યોજવામાં આવેલ હતી જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ સમાજમાં વ્યસનો ત્યજી શિક્ષણ વધુ પાંગરે તે માટે વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજુ કરેલ હતા તેમજ વિજય ચૌહાણ અને રાહુલ બથવાર દ્વારા ભીમ ભજનની રમઝટ બોલાવીને બાબા સાહેબની ગાથા અને તેમના જીવન કવનથી દરેકને પરિચય આપી તેમના સંદેશોાને સુરોનાં સંગાથે વ્યકત કરેલ.

(11:41 am IST)