Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૧૯ પછી ચૂંટણીની પ્રક્રિયા કાઢી શકે છે : હાર્દિક પટેલ

કોંગ્રેસની પ્રચારસભામાં હાર્દિક પટેલે મોટી વાત કરી : ભાજપ જીતશે તો ચૂંટણીકાર્ડને શો-કેસમાં મૂકી દેવા પડશે લોકશાહી માટે ભાજપ ઘાતક : કોંગ્રેસને જીતાડવા અપીલ

અમદાવાદ,તા.૧૫ : ગુજરાત લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોડીનારમાં અમિત શાહની સભા યોજાઇ હતી. ત્યારે ભાવનગરના મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી, હાર્દિક પટેલ સહિતના સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક કબ્જે કરવા માટે કોંગ્રેસ દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. ભાવનગરના મહુવા ખાતેની પ્રચારસભામાં કોંગ્રેસના યુવા સ્ટારપ્રચારક હાર્દિક પટેલે આજે બહુ મોટી વાત કરી હતી કે, જો આ લોકસભા ચૂંટણીમાં ભૂલથી પણ ભાજપ જીત્યું તો, આપણે ચૂંટણીકાર્ડ શો-કેશમાં મૂકવા પડશે. મોદી ૨૦૧૯ પછી ચૂંટણીની પ્રક્રિયા જ કાઢી નાંખવાના મૂડમાં છે. આમ કહી, હાર્દિકે ગુજરાતના પ્રજાજનોને ચેતવ્યા હતા અને લોકશાહી માટે ભાજપને ઘાતક ગણાવી હતી તો, કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. કોંગ્રેસના યુવા સ્ટાર પ્રચાર હાર્દિક પટેલે જય જવાન જય કિસાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવા કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું શાસન છે, છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને ઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને

 

(8:32 pm IST)