Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

લાકડા ચોરીનો ખોટો કેસ કરવાની ધમકીઃ ૩૦ હજારની લાંચના છટકામાં મોરબીના ફોરેસ્ટ ગાર્ડ અરવિંદ ડાંગર એસીબી છટકામાં સપડાયાઃ રાજકોટ એકમના મદદનીશ નિયામક હિમાંશુ દોશી ટીમને વધુ એક સફળતા સાંપડી

રાજકોટઃ આ કેસના ફરિયાદી તથા તેના મીત્ર મોરબી નજીકના કાલીકા નગર વીડમાં હનુમાનજી મંદિર દર્શન કરી પરત ફરતી વખતે વીડમાં નાસ્તો કરતા હતા તે સમયે તેઓને ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ધમકાવી ગાળો આપી લાકડા ચોરીનો કેસ નહી કરવા બદલ પ્રથમ પ૦ હજાર  અને બાદમાં નકકી કરેલ ૩૦ હજારની લાંચ લેતા  મોરબીના જુના બસ સ્ટેશન પાસે ચામુંડા ટી સ્ટોલની સામેથી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના  સુપરવિઝનમાં સુરેન્દ્રનગરના એસીબી પી.આઇ. ઝેડ જી. ચૌહાણએ ઝડપી લીધા હતા.

પચ્ચીસેક દિવસ પહેલાની આ ઘટનામાં ફરીયાદીના કથન મુજબ તેના તથા તેના મીત્ર પર ગેરકાયદેસર કામ કરવા આવ્યા હોવાનું જણાવી તેવા મતલબનું રેકોર્ડીગ કરાવી લીધુ હતુ. ત્યારબાદ લાકડા ચોરીનો કેસ નહી કરવા પ૦ હજારની લાંચ માગ્યા બાદ રકઝક ના અંતે ૩૦ હજાર નકકી કરેલ. ફરીયાદીને લાંચ આપવી ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલ છટકામાં આરોપી ઝડપાઇ ગયેલ. એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક હિમાંશુ દોશીએ ચાર્જ સંભાળ્યા બાદ સપાટો  બોલ્યો છે. સંખ્યાબદ્ધ લાંચિયાઓ એસીબીની જાળમાં સપડાયા છે.

(11:47 am IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST