Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સરકાર સામે આંદોલન કરો તો અલગાવવાદી અને આતંકવાદી ?: રાજકીય પાર્ટીને પણ પાકિસ્તાની ગણાવી :રાજ્યમાં ખેડૂતોનું અપમાન :હાર્દિક પટેલ

મહુવામાં ભાજપ અને સરકારની આકરી ઝાટકણી :રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા કથળી

ભાવનગરના મહુવામાં કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલે ભાજપ અને સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જનતાને ગુજરાતની પરિસ્થિતિનો ચિતાર આપીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.

  હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કાર્ય હતા કે, આજે સરકાર સામે આંદોલન કરે એ બધાજ લોકો આતંકવાદી અને અલગાવવાદી છે. ગુજરાતના ખેડૂતોનું અપમાન કર્યું, ગુજરાતના યુવાનોનું અપમાન કર્યું, જે ખેડૂત ધરતીને પાટું મારીને અન્નનો દાનો પેદા કરે એ ખેડૂતોનું અપમાન કરવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું છે.

  હાર્દિક પટેલે કહ્યું કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ પાર્ટીને પાકિસ્તાની પાર્ટી ગણાવી. આ કોંગ્રસ પાર્ટીની જેમને સ્થાપના કરી છે તેવા નેતાઓ ગાંધીજી અને સુભાષ ચંદ્રબોજનું પણ આ લોકોએ અપમાન કર્યું છે. હું આપ સૌ લોકોને આહવાહન કરું છું કે, ગુજરાતમાં આજે શિક્ષણ કથળી ગયું છે, રોજગારી કથળી ગઈ છે, સ્વાસ્થના કોઈ ઠેકાણા નથી, હોસ્પિટલના કોઈ ઠેકાણા નથી. ત્યારે આજે વિકાસશીલ ગુજરાતની વાત કરતા લોકોએ આજે જાગૃત કરવાની જરૂર છે.

   હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને અહંકાર છે, અભિમાન છે કે, આપણે ખેડૂતો પણ ગમે તેટલો અત્યાર કરીશું પણ આ લોકો છેલ્લે આપણને જ વોટ આપી દેશે. આ વખતે આ અહંકાર અને અભિમાન તોડવાની જરૂર નથી. જો પાંચ વર્ષમાં કોઈ પણ સારું કામ થયું હોત તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આપણને બતાવત પરંતુ કોઈ પણ સારું કામ થયું નથી. એ બાબતે આપણે જાણવાનું છે

 

(10:07 pm IST)