Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાહુલ ગાંધીની સભામાં ત્રણેક હજારની ઉપસ્થિતિ : કોંગ્રેસ પ્રમુખ હવે આવશે

રાજુલ ખાતે કોંગી અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની આજે ૨ વાગ્યે જાહેર સભા યોજાયેલ છે પરંતુ ૨:૫૦ સુધી રાહુલ આવેલ નથી. સભા સ્થળે ૨ વાગ્યે માત્ર ૧૦૦-૧૫૦ લોકો હતા અને અત્યારે ૨:૫૦ વાગ્યે ૨II-૩ હજાર લોકો હોવાનું અમારા ફોટોગ્રાફર સંદિપ બગથરીયા સ્થળ પરથી જણાવે છે. રાહુલ ગાંધી ૩II આસપાસ આવે તેવી સંભાવના છે.

(4:29 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST