Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લલીત કગથરાને લોધિકા વિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ

જિ. કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા, તા. પ્રમુખ મયુરસિંહ જાડેજા સાથે રહ્યા

રાજકોટ : લોકસભા-૧૦ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરા લોધીકા તાલુકાના હીરપર પાળથી શરૂ કરી વાજડી, ખીરસરા, મોટાવડા ઈટાળા, નગર પીપળીયા મામાવડ, પાળ, કાંગશીયાળી પારડી સહિત ૨૧ ગામોમાં પ્રચાર અર્થે ગયેલ જે દરમિયાન કોંગ્રેસને પ્રચંડ જન સમર્થન મળેલ. લલીતભાઈ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા તા. કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા જીલ્લા પંચાયતના સભ્યો સવજીભાઈ પરમાર, મેઘજીભાઈ સાકરીયા, તાલુકા પંચાયત સભ્યો સંજયભાઈ સોજીત્રા, ગોવિંદભાઈ પરમાર, અજીતદાન ગઢવી, રસીકભાઈ ભુત, શૈલેષભાઈ નંદાશીયા તેમજ કોળી સમાજના પ્રમુખ શિવાભાઈ, જીલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સહિત ૪૦ વ્યકિતઓ ૧૦ ગાડીના કાફલા સાથે જોડાયા હતા.

(4:26 pm IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST