Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જૂનાગઢમાં ભાજપનો પ્રચાર કરનારને બે શખ્સોએ માર માર્યો

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૫: જૂનાગઢ વાલ્મીકી નગરમાં રહેતા ભાજપ યુવા મોરચાના કન્વીનર પ્રદિપ વેલજીભાઇ જેઠવા અને જયેશ જેન્તીલાલ સોલંકી વગેરે કડિયાવાડ શાક માર્કેટ વિસ્તારમાં ભાજપનો ઝંડો ફેરવતા પ્રચાર કરતા હતા.

ત્યારે કિશન ઉર્ફે ટકલો અને એક અજાણ્યો શખ્સ લાકડી સાથે ઘસી આવતા પ્રદિપ જેઠવા વગેરે ભાગીને દુબવી પ્લોટ વિસ્તારમાં દોડી ગયા હતા.

અહિ ભાજપનો ઝંડો ફેરવતા પ્રદિપભાઇ વગેરેની પાછળ આવી કિશન ઉર્ફે ટકલો અને અન્ય શખ્સે માર મારીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

એ ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)