Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં અચાનક હવામાનમાં પલ્ટો : પવનના સુસવાટા-ગરમી ગાયબ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧પ : સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક જ વાતાવરણ પલટાયું છે ત્યારે એકાએક વાદળ છાયું વાતાવરણ વચ્ચે ઠંડા પવનની આંધી ફેલાઇ જવા પામેલ છે.

ત્યારે ભરઉનાળે માવઠાના એંધાણ વર્તાઇ રહ્યા છે અને સામાન્ય છાંટા તાલુકામાં પડયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાઓમાં ૪ર ડીગ્રી તાપમાનનો પારો ચાલ્યો જાય છે ત્યારે આજે ગરમીની મૌસમમાં ઠંડા ઠંડા કુલકુલ જેવો માહોલ છવાઇ ગયો છે અને જાણે કે ગરમીની મૌસમે જાણે વિદાય લીધી હોય એવું અચાનક જ વાતાવરણ છવાઇ ગયું છે.

(3:57 pm IST)