Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જુનાગઢમાં મિત્રના ઘરમાં ચોરી કરનાર શખ્સ લીંબડીથી ઝડપાયો

ગણતરીના કલાકોમાં પી.એસ.આઇ આર.એમ ચૌહાણ અને ટીમે ભેદ ઉકેલ્યોઃ ચોરીનો મુદામાલ કબ્જે કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧પઃ જૂનાગઢ શહેરના રાયજી બાગ વિસ્તારમાં આવેલ મોનર્ક ૪ નામના એપાર્ટમેન્ટમાં રહેતા અને જૂનાગઢ ખાતે ફરસાણનો વેપાર કરતા ફરિયાદી વિપુલભાઈ ચંદ્રકાંત ધરણીધરના મકાનમાંથી બપોરના સમયે માત્ર અડધી કલાકના ગાળામાં રૂ. ૩,૦૦,૦૦૦/- રોકડા અને સોનાની બે જોડી બુટી કિંમત રૂ. ૪૦,૦૦૦/- મળી, કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયા અંગેની ફરિયાદ ફરિયાદીએ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.એમ. ચૌહાણ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.( કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

જૂનાગઢ રેંજનાં આઇજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ધોળા દિવસે થયેલ માતબર રકમના ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા તથા મુદામાલ રિકવર કરવા સદ્યન કાર્યવાહી કરવાની સુચનાઓર્ં કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.એમ. ચૌહાણ તથા સ્ટાફના હે.કો.હે.કો.ગોવિંદભાઇ, પ્રવીણભાઈ, રવિન્દ્રભાઇ, કટારાભાઈ, ભગવાનજીભાઈ,  કરણસિંહ, સંજયસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા જૂનાગઢ શહેરમાં થયેલ દ્યરફોડ ચોરી અંગેનાઙ્ગ ગુન્હાની જીનવટભરી તપાસ હાથ ધરી, સીસીટીવી ચેક કરતા આ ઘરફોડ ચોરીનો ગુન્હો ફરિયાદીના પુત્ર અંકિતના મિત્ર વિનાયક વિજયભાઈ ઓઝા એ કારેલાની માહિતી મળેલ હતી. આ વિનાયક ઓઝા થોડા સમયથી અમદાવાદ ખાતે રહેતો હોવાની માહિતી પણ પોલીસને મળેલ હતી. દ્યરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપ્યા બાદ આરોપી અમદાવાદ જાવા નીકળી ગયા અંગેની વિગતો પણ પોલીસને તાત્કાલિક મળી ગઈ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.એમ. ચૌહાણ તથા સ્ટાફના હે.કો.ગોવિંદભાઇ, પ્રવીણભાઈ, રવિન્દ્રભાઇ, કટારાભાઈ, ભગવાનજીભાઈ, કરણસિંહ, સંજયસિંહ, સહિતની પોલીસ ટીમને ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, આરોપી વિનાયક ઓઝા મહાસાગર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જાવા નીકળેલ છે, જેથી જૂનાગઢ સી ડિવિઝન પો.સ ઇન્સ. આર.એમ.ચૌહાણ દ્વારાઙ્ગ પોલીસની એક ટીમને રવાના કરવામાં આવેલ હતી. આ બાબતની જાણ લીંબડી પોલીસને કરતા, લીંબડી પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. એમ.કે.ઇસરાણી, હે.કો. દિલાવરભાઈ સહિતના સ્ટાફ તથા જૂનાગઢ સી ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા આરોપી (૧) વિનાયક વિજયભાઈ ઓઝા ઉવ. ૨૨ રહે. જીવરાજ પાર્ક, અમદાવાદ મૂળ રહે. જૂનાગર્ઢં તથા તેની સાથે તેના સાઢુ ભાઈ તથા સાળી સાથે મળી આવતા, તમામને પકડી પાડી, રાઉન્ડ અપ કરી, જૂનાગઢ ખાતે લાવી, પૂછપરછ દરમિયાન આ ગુન્હામાં આરોપી વિનાયક વિજયભાઈ ઓઝાની સંડોવણી મળતાં, તેની ધરપકડ કરવામાં આવેલ હતી. ર્ંઆ ઘરફોડ ચોરી કરવામાં એક કાયદાના સંદ્યર્ષમાં રહેલ યુવકની સંડોવણી માલૂમ પડતાં, તેને પણ ડીટેઈન કરવામાં આવેર્લં હતો. ર્ંપકડાયેલા આરોપી વિનાયક ઓઝા પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે જોડી બુટી કિંમત રૂ. ૪૦,૦૦૦/-, તથા મોબાઈલ ફોન નંગ સહિતનો કુલ કિંમત રૂ. ૩,૫૦,૦૦૦/- નો ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ કબર્જેં કરવામાં આવેલ હતા.

ંપકડાયેલા આરોપીની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.એમ. ચૌહાણ તથા સ્ટાફના હે.કો.હે.કો.ગોવિંદભાઇ, પ્રવીણભાઈ, રવિન્દ્રભાઇ, કટારાભાઈ, ભગવાનજીભાઈ, કરણસિંહ, સંજયસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા સદ્યન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલાઙ્ગ આરોપીઓ પૈકી આરોપી વિનાયક વિજયભાઈ ઓઝા ઉપર રૂપિયાનું દેવું વધી જતાં, રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતાના મિત્ર અંકિતના ઘરની ચાવીની ચોરી કરી, ફરિયાદીને ઘરે કોઇ હાજર ના હોઈ, બપોરના સમયે માત્ર અડધી કલાકના ગાળામાં બાળકની મદદથી બાઈક લઈને ઘરમાં કોઈ હાજર નથી, તેવી ખાત્રી કર્યા બાદ દ્યરની ચોરી લીધેલ ચાવીથી દરવાજો ખોલી, રોકડ રૂ. ૩,૧૦,૦૦૦/- તથા બે જોડી સોનાની બુટી મળી, કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- ની ચોરી કર્યા અંગેની કબૂલાર્તં કરવામાં આવેલ હતી. પકડાયેલા કાયદાના સંદ્યર્ષમાં રહેલ બાળક દ્વારા પણ આરોપી વિનાયક ઓઝાને સહકાર આપેલ હોઈ, મદદગારી કરવા બદલ ડીટેઇન કરવામાં આવેલ હતો. ઉપરાંત, પકડાયેલા આરોપી વિનાયક ઓઝા દ્વારા ર્ંએવી પણ કબૂલાત કરવામાં આવેલ હતી કે, ચોરી કરેલા રૂપિયા પૈકી રૂ. ૧,૩૫,૦૦૦/- પોતાના મિત્ર કાયદાના સંદ્યર્ષમાં રહેલ બાળકને આપેલા અને રૂ. ૬૦,૦૦૦/- જૂનાગઢ ખાતે રહેતા મેરામણ રબારી કે જે પોતાની પાસે માંગતા હોય, તેઓને આપેલાની કબૂલાર્તં કરવામાં આવતા, જૂનાગઢ સી ડિવિઝન પોલીસની ઉપરોકત ટીમ દ્વારા તમામ મુદામાલ કબજે કરવામાં આવેલ હતો.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા દ્યરફોડ ચોરી ના ગુન્હામાં તાત્કાલિક માહિતી મેળવી, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ગણતરીની કલાકોમાં આરોપી ચોરી કરીને અમદાવાદ પહોંચે એ પહેલા લીંબડી ખાતેથી પકડી પાડી, ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા, ફરિયાદી તથા તેના પરિવારજનો દ્વારા પોલીસની ત્વરિત કાર્યવાહી કરવા બદલ પ્રસંશા કરી, આભારની લાગણી પણ વ્યકત કરી, આભાર માનવામાં આવેલ હતો. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.એમ.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ઘરફોડ ચોરીના આ ગુન્હામાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે..? પકડાયેલા આરોપીઓ બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ...? વિગેરે મુદ્દાઓ સબબ આરોપીની સદ્યન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીર્જં હાથ ધરેલ છે.

(3:57 pm IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST