Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જૂનાગઢમાં શોભાયાત્રા વખતે ઘોડો કુદાવતા શખ્સે પીઆઇ વાળાની ફરજમાં કરી રૂકાવટ

ઘોડો કુદાવવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫: જૂનાગઢમાં શોભાયાત્રા વખતે ઘોડો કુદાવતા શખ્સે પી.આઇ. વાળાની ફરજમાં રૂકાવટ ઉભી કરી હોવાનું બહાર આવેલ છે. આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં રવિવારે શ્રીરામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા નિકળી હતી જેમાં દિવાળા ચોક ખાતે શોભાયાત્રામાં ઘોડા સાથે જોડાયેલ ગાંધીગ્રામના રાજુ રાડાએ ભયજનક રીતે ઘોડો કુદાવવાનું શરૂ કરેલ.

આથી શોભાયાત્રાની સાથે બંદોબસ્તમાં રહેલા એ ડીવીઝનના પી.આઇ. એમ.એ. વાળાએ રાજુને ઘોડો નહિ કુદાવવાનું કહેલ પરંતુ આ શખ્સે ઉશ્કેરાઇ જઇને ઉગ્ર બોલાચાલી કરી હતી અને પી.આઇ. વાળાની ફરજમાં  ખલેલ પાડયો હતો.

આ અંગે પો.ઇન્સ. શ્રી વાળાએ જાતે ફરિયાદી બની રાજુ રાડા વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST