Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોધીકાની રિના ભુરીયા ૩ વર્ષના પુત્ર સાથે લાપતા

રાજકોટ તા. ૧પ :.. લોધીકા મફતીયા માગણી રોડ પર રહેતી એમ. પી. ની મહિલા તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા લોધીકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ મધ્ય પ્રદેશના અમલાલધાર હાલમાં લોધીકાના મફતીયા માગણી રોડ પર રહેતી રીના મહેન્દ્રભાઇ ભુરીયા (ઉ.રપ) ગત તા. ર૭-૩ ના રોજ પુત્ર આઝાદ (ઉ.૩) સાથે ઘરેથી નિકળ્યા  બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા લોધીકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ માતા-પુત્ર જોવા મળે તો લોધીકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮ર૭-ર૪૪રર૬ ઉપર તથા મો. નં. ૯૭૧ર૯ ૯ર૮૬પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:12 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST