Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લાલપુરમાં રામ નવમીની ભવ્ય શોભાયાત્રાઃ

લાલપુરમાં આજ રોજ રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી આ શોભાયાત્રા સવારે ૮ વાગ્યે રામ મંદિર પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. લાલપુરના પારેખબાગ રોડ, સહકાર પાર્ક, સોસાયટી રોડ, એસટી બસ સ્ટેન્ડ, સરદાર પટેલ ચોક, ચારથાંભલા વિસ્તાર, મોદિ શેરી થઇને શ્રી રામ મંંદિરે પુરી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ ઉભા કરવામાં આવેલ. (તસ્વીરઃ ભકિત માખેચા લાલપુર)

(12:10 pm IST)
  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST