Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડીયાના દેવળકી ગામે હઠીલા હનુમાનજી મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે

વડીયા, તા.૧પઃ તાલુકાના દેવળકી ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે એવમ એકવીસ કુંડ મહાયજ્ઞ વિશ્વકલ્યાણર્થે યોજાશે આ કાર્યક્રમ તા,૧૭,૪,૨૦૧૯ થી તા,૧૯,૪,૨૦૧૯ સુધી સતત ત્રણ દિવસ સુધી યોજાશે મંદિરના મહંત શ્રી પૂ.વલ્લભદાસબાપુ ના જણાવ્યા મુજબ તા ૧૭ ના રોજ નગરયાત્રા તેમજ રાત્રીના સમયે ભવ્ય સંતવાણી યોજાશે જેમાં અલકાબેન પટેલ, મનસુખભાઇ વસોયા ખીલોરી વાળા, મયુરભાઈ દવે, પ્રવીણભાઈ અકબરી, અરુણભાઈ પંચાસરા, સોભનાબેન દાફડા, હંસાબહેન સોલંકી સહિતના સ્ટેજ પરથી સ્વેતાઓને ડોલાવશે તેમજ તા ૧૯ ના રોજ સાત ગામ ધુવાળા બંધ જમણવારનું આયોજન રાખેલ છે.

જેમાં દેવળકી, દેવલા, લીલાખા,અમરનગર વાડાસડા, ખીરસરા અને બાટવાદેવલી સહિતના તમામ ગામોને મહાપ્રસાદ લેવા જણાવાયું છે. જોકે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરના સાધુસંતોની ઉપસ્થિતિ રહેશે તેમજ મંત્રીઓ આ ત્રિવસિય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ગુજરાતના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, સાંસદ નારણ કાછડીયા, જામકંડોરણા ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ,પૂર્વ મંત્રી જશુબહેન કોરાટ, નાફેડના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પોરબંદર સિટના ઉમેદવાર રમેશ ધળુંક, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના મુખ્ય દાતા મહેશભાઈ તોગડીયા રામોદવાળા અને બીપીનભાઈ રૈયાણી ખાંભાવાળા રહેશે.

(12:03 pm IST)
  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST