Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ધોરાજીના દરબારગઢ પાસે આવેલ પ્રાચીન શ્રી બાલયોગી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવઃ ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ ભવ્ય રીતે ઉજવાશે

૨૨માં પાટોત્સવ નિમિતે મહાઆરતીઃ મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમ

ધોરાજી, તા.૧૫: ધોરાજીના દરબારગઢ પાસે આવેલ પ્રાચીન શ્રી બાલયોગી હનુમાનજી મંદિર ખાતે તારીખ ૧૯ને શુક્રવારના રોજ હનુમાન જયંતી મહોત્સવ નિમિત્ત્।ે ૨૨ મો પાટોત્સવ પ્રસંગે શ્રી ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ મહાયજ્ઞમાં શાસ્ત્રી શ્રી પરેશભાઈ જોષી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞનો સવારે ૦૫:૩૦ કલાકે પ્રારંભ થશે.

 આ હોમાત્મક મહાયજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી હનુમાનજીના ભકતો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પધારશે અને આ મહાયજ્ઞ નો લાભ લેશે ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ માં બેસતા નવદંપતિઓ પાસે પણ કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી કળયુગની અંદર શ્રેષ્ઠ ભકિત એટલે હનુમાનજીની ભકિત છે હનુમાન જયંતીના દિવસે ૧૧૧ હનુમાનચાલીસાના પાઠ કરનાર દરેક શ્રદ્ઘાળુઓને મનોકામના પૂર્ણ થાય છે જે ભાવથી ધોરાજીમાં છેલ્લા ૨૨ વર્ષથી આ મહાયજ્ઞ યોજાય છે મહાયજ્ઞ સવારે ૫:૩૦ કલાકે પ્રારંભ થશે જેમાં હનુમાન ચાલીસા ની એક ચોપાઈ ઉપર હોમ થશે બાદ સાંજે ૫ૅં૩૦ કલાકે બીડું હોમાશે સાંજે ૬ કલાકે મહાઆરતી થશે બાદ સાંજે ૭ કલાકે વિશા શ્રી માડી વણિક જ્ઞાતિની વાડી દરબાર ગઢ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે અંદાજે પાંચથી છ હજાર ભકતો મહાપ્રસાદ લેશે.

શ્રી બાલાજી હનુમાનજી મંદિર ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી હનુમાન જયંતી મહોત્સવ દરબારગઢ મામલતદાર ઓફિસ પાસે આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે ઉજવાય છે જેને સફળ બનાવવા માટે કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ પઢીયાર બીપીનભાઈ મકવાણા રાજુભાઈ પોપટ અરવિંદભાઈ મુનીમજી રોહિતભાઈ પઢીયાર પીન્ટુભાઇ સુચક દિલીપભાઈ હોતવાણી લલીતભાઈ વોરા ચિરાગભાઈ સોલંકી વિશાલભાઈ રાદડિયાઙ્ગ મુકેશ ભાઈ સોની .અરવિંદભાઈ ભાલારા દીપકભાઈ ગોંડલીયા ભાવેશભાઈ પઢીયાર તુષારભાઈ મકવાણા જય મકવાણા લાલજીભાઈ રાદડિયા નીતીનભાઇ કારીયા કનુભાઈ પઢિયાર ભરતભાઈ બગડા નયનભાઈ કુહાડીયા નરેશભાઈ પટણી ધીરુભાઈ કોયાણી ભંડેરી સાહેબ જીગ્નેશ સોલંકી મહેન્દ્રભાઈ બારોટ નિલેશભાઈ મકવાણા અક્ષય પઢીયાર ઇશ્વરભાઇ બાલધા હિતેશભાઈ રાઠોડ હિતેશભાઈ ધીનોજા ઉત્પલ ભટ્ટ બોબી

વિગેરે અગ્રણીઓ હનુમાન જયંતી મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી બાલયોગી હનુમાનજી મંદિર ખાતે સેવા કાર્ય હાથ ધરેલ છે.

(11:56 am IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST