Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પોરબંદરના હરિમંદિરે પૂ.ભાઇશ્રીની નિશ્રામાં રામનવમીની ઉજવણી

જુનાગઢ : પોરબંદર  સાંદીપશ્રિં વિદ્યાનિકેતન શ્રી હરિમંદિરમાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં ભકિતસભર વાતાવરણમાં રામનવમી ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂ.ભાઇશ્રીએ બાલકાંડની ચોપાઇઓનું ગાન કરાવીને અવધમે  આનંદ ભૈયો જય રામચંદ્રકીના જયઘોષ સાથે રામ પ્રાગટયને વધાવ્યું હતું તેમજ શ્રી રામચંદ્રની શાસ્ત્રોકત વિધી મુજબ અભિષેક પુજાવિધી કરી હતી અને ઋષિ કુમારો અને ભાવિકોએ સકિર્તનના ઉત્સાહ સાથે રામજન્મની ઉજવણી કરી હતી. પૂજાવિધી સંપન્ન થયા બાદ પૂ.ભાઇશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાવિકોને ચોકલેટ અને રમકડા આપી રામજન્મની વધાઇ આપી હતી. શ્રી રામજીની આરતી સંપન્ન થઇ અને બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ રામનવમી ઉત્સવના યજમાન તરકે રીતેશભાઇ ઠક્કર અને પરિવાર અમદાવાદ એ સેવા આપી હતી. તસ્વીરમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં ઉજવવામાં અવેલ રહેલ રામનવમીના વિવિધ પ્રસંૃોની ઉજવણી કરતા નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:54 am IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST