Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ટંકારા-હડમતીયા રોડ પર કાર વીજ થાંભલા સાથે અથડાઇ

ટંકારા નજીક ટંકારા હડમતીયા રોડ હનુમાનજીના મંદિર પાસે રોંગ સાઇડમાં કાર વીજ થાંભલા સાથે અથડાઇ હતી હડમતીયા રોડ અકસ્માતનો ભોગ બનેલી કારમાં ત્રણ વ્યકિત સવાર હતા જોકે કારના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે જયારે અન્યનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઇ જાનહાની થવા પામી નથી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(11:53 am IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST