Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દામનગરની સાહિત્ય સંસ્થાશ્રી મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ૨૩૮ તાલીમાર્થી સ્પર્ધક બહેનોને સંતો મહાનુભવોના વરદહસ્તે પ્રમાણ પત્ર એનાયત સમારોહ સંપન્ન

દામનગર, તા.૧૫: દામનગર સાહિત્ય જગતની શાન શ્રીમણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય અને ભુરખિયા હનુમાનજી મદિર ટ્રસ્ટ સંકલ્પ હસ્તકલાના સયુંકત ઉપક્રમે આયોજિત સ્વરોજગાર લક્ષી તાલીમાર્થી ૨૩૮ બહેનોને પ્રમાણપત્ર એનાયત દીપ પ્રાગટય માનવ મંદીરના પૂજય ભકિતરામબાપુ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી કરાયું હતું.

હજારો હાથ હુન્નર કૌશલ્ય આપતી વ્યવસ્થા કર્મના માર્ગે વાળતી સુંદર પ્રવૃત્ત્િ। થી ખૂબ પ્રભાવિત પૂજય ભકિતરામબાપુ એ કર્તવ્ય નિષ્ઠાએ રાષ્ટ્રધર્મ ગણાવ્યો સ્વામીશ્રી માર્ગીયસ્મિતજીએ ઉન્નત મસ્તક રોજગારી માટેની તાલીમ ને મહાન વ્યવસ્થા સાથે સરખાવી હતી. મહિલા પુસ્તકાલય દ્વારા સ્વરોજગાર લક્ષી ૨૩૮ તાલીમાર્થી બહેનો અને મહેંદી નિબંધ સ્પર્ધક બહેનોને પ્રોત્સાહિત ઇનામો અર્પણ કરાયા હતા. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ગુજરાત પ્રેસિડેન્ટશ્રી જયશ્રીબેન બાબરીયા દરેક સમાજની હાજરીની નોંધ લેતા સામાજિક સંવાદિતા પ્રગટાવતી કામગીરીની ખૂબ સરાહના કરી હતી માનવસેવા ટ્રસ્ટની સ્વામીશ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલના બી એલ રાજપરા સાહેબ શ્રેણિકભાઈ ડગલી અમરશભાઈ નારોલા કલ્પસર સહયોગ સમિતિના વિનુભાઈ માંડવીયા જયેશગિરી સરધાર કલમ નવેશી શ્રીઅશોકભાઈ મણવર પ્રતાપભાઈ વાળા ગોપાલગ્રામ યુનુસભાઈ શેખ ઇતિયાઝભાઈ સયેદ અનુભાઈ ચુડાસમા દિલીપભાઈ ભાતિયાઙ્ગ દેવચંદભાઈ આલગિયા ભુપતભાઈ મેળગીયા મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા લાભુભાઈ સિદ્ઘપરા નટુભાઈ આસોદરિયા પ્રકાશભાઈ રાવળ મહેન્દ્રભાઈ પરમાર વિનુભાઈ જયપાલ જીતુભાઇ બલર ચેતનભાઈ મેર સપનાબેન ભાતિયા શિલ્પાબેન પરમાર લીલીબેન ભાતિયા ચંપાબેન ગોદાવરિયા સહિત ઓના વરદ હસ્તે અર્પણ કરાયા હતા.

સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ શ્રીહરજીભાઈ નારોલા ઉપપ્રમુખ જીવનભાઈ હકાણી દ્વારા સંસ્થા ના કર્મચારી ઓ ને પ્રોત્સાહિત ભેટ આપી સન્માનિત કર્યા હતા મંત્રી નટુભાઈ ભાતિયા ગિરીબાપુ માધવજીભાઈ સુતરિયા બટુકભાઈ શિયાણી વજુભાઇ રૂપાધડા ઘનશ્યામભાઈ પરમાર રજનીભાઇ ધોળકિયા વસંતભાઈ ડોબરીયા ગંથપાલ ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સહિત સંસ્થાના સર્વ ટ્રસ્ટી કર્મચારી ઓ ની સુંદર પ્રવૃત્ત્િ। હજારો હાથને હુન્નર કૌશલ્ય અર્પતી પ્રવૃત્ત્િ।ની સરાહના કરતા સંતો ગદગદિત વર્ષ દરમ્યાન વિવિધ સર્પધા ઓ તાલીમો થી પ્રમુખશ્રીએ સર્વને અવગત કર્યા નાની બાળાઓએ સ્વાગત ગીત થી સમારોહ માં પધારેલ તમામનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું વિવિધ સર્પધક બહેનો ને મહાનુભવો ના વરદહસ્તે પ્રોત્સાહિત ઇનામો અને પ્રમાણપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે સંપન્ન.

(11:53 am IST)
  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST