Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકસભા ચુંટણીનો જામતો માહોલઃ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ

ભુજ, તા.૧૫: હવે ભુજમાં લોકસભાની ચૂંટણીનો રાજકીય માહોલ જામી રહ્યો છે. કચ્છ ભાજપ દ્વારા આજે ભુજમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, લોકસભા ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, બાપાલાલ જાડેજા, દેવરાજ ગઢવી સહિતના આગેવાનોની હાજરીમાં ભુજમાં હોટલ વિરામની સામે કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું.

તારાચંદભાઈ છેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને ભુજ સુધી લઈ આવનાર સાંસદ વિનોદ ચાવડાને જાગૃત લોકપ્રતિનિધિ ગણાવ્યા હતા. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો વિશે જાણકારી આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ભુજ વિસ્તારને ભાજપનો ગઢ ગણાવ્યો હતો. કાર્યાલયના પ્રારંભે વ્યવસ્થા મનુભા જાડેજા, અજય ગઢવી, જગત વ્યાસ, ભૌમિક વચ્છરાજાની, મયુરસિંહ જાડેજા, અનવર નોડેએ અંર મીડીયા સંકલન દ્યનશ્યામ રસિકભાઈ ઠકકર અને સાત્વિકદાન ગઢવીએ સભાળ્યું હતું.

(11:50 am IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST