Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાવનગર પંથકમાં માહોલ જામતો નથીઃ ઓછું મતદાન થવાની વકી !

બેનરો, ઝંડી, ચોપાનીય સહિતના પ્રચારના અનેક સાધનો કયાંય જોવા મળતા નથી, કાર્યકર્તાઓની જૂથબંધી અને અંદરો અંંદરની ખટપટ ચર્ચાની એરણે ચઢે છે

ભાવનગર, તા.૧પઃ તળાજામાં ચૂંટણીનો માહોલ જામતો નથી. તેવો અનુભવ આમજનતા કરી રહી છે. મતદાનને હવે સાત જ દિવસ રહ્યા છે ત્યારે શુષુપ્ત વાતાવરણ અનુભવતા મતદારો ના મંતવ્ય પ્રમાણે મતદાન ઓછું થવાની શકયતા નકારી શકાય તેમ નથી. એ ઉપરાંત કાર્યકરો સંગઠન બે ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલ હોવાની વાતો કર્યકરોમાં દરરોજ નતનવી બનતી નાની મોટી વાતોને લઈ ચર્ચાનો વિષય બની રહી છે.

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આખરી સાત દિવસ રહ્યા છે. ઉમેદવારો માટે મત વિસ્તાર મોટો હોય રાત થોડી ને વેહ જાજા જેવો ઘાટ ઘડાયેલો છે. એ ઉપરાંત તળાજા શેહર પંથકમાં કાર્યકરોમાં જે ઉત્સાહ હોવો જોઈએ તે જણાતો નથી. દર ચૂંટણી વખતે અનેક પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. પણ તળાજામાં લોકો આકર્ષાય તેવું પ્રચાર કરતું સાહિત્ય કયાંય જોવા મળતું નથી.

સરળ રીતે પ્રચાર થાય તેમાટે પક્ષો દ્વારા ઝંડીઓ, તોરણ, ચોપનીયા મોટી માત્રામાં દેખાય છે એ પણ આ વખતે કયાંય જોવા મળતા નથી. પ્રચાર કરતાસ્થાનિકઙ્ગ વાહનો પણ કયાંય દેખાયા નથી.આવી અનેક બાબત ને લક્ષમાં રાખી આમજનતા મતદારો એવું અનુભવે છેકે ચૂંટણી નો માહોલ જામતો નથી.

બીજી તરફ કાર્યકરો બે ત્રણ ગ્રુપ માં વહેંચાયેલ હોય સાથે કાર્યાલયો પર થતા મતભેદો, સામસામે આવી જવું , રાજકીય પક્ષની વિચારધારામાં આગેવાનોની હાજરીમાં ખેસ પહેરીને ભળવા માંગતા હોય તેવા લોકો ને તમારી જરૂર નથી તેમ કહી પાછા કાઢવામાં આવે તેવી અનેક બાબતો રોજબરોજ કાર્યકરો માટે ચર્ચાનો વિષય બને છે.

આવી અનેક બાબતો ના કારણે મતદાન ઓછું થવાની સંભવના વ્યકત કરવામાં આવી રહી છે.

(11:47 am IST)
  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST