Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સુત્રાપાડામાં ડો. ભીમરાવ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવણી

સુત્રાપાડા : ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવવામાં આવી હતી તેમાં બહોળી સંખ્યામાં સર્વે સમાજના લોકો જોડાયા હતા તેમાં જેસીંગભાઇ પટેલ, રામા સોમાભાઇ વણવી, માનસિંગભાઇ ચાવડા, હરણસાથી રામભાઇ, દેવશીભાઇ કમાલિયા, રામભાઇ કમાલીયા તેમજ રામાભાઇ ચૌહાણ, દિલીપભાઇ બારડ, કાળાભાઇ બારડ, પંકજભાઇ યાદવ, હમીરભાઇ વાઢીયા, વાણવી, દેવસીભાઇ સોલંકી, નથુભાઇ કમાલિયા, સામતભાઇ, નાનુભાઇ તેમજ સર્વે સમાજના બહોળી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, બાળકો, જોડાયા હતાં. ડો. બાબા સાહેબની જન્મ જયંતિ ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી તેમજ સુત્રાપાડા શહેરના સર્વે સમાજના લોકો ડો. બાબા સાહેબ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ ઉજવી ગૌરવની લાગણી અનુભવી હતી. (તસ્વીર - અહેવાલ : રામસિંહ મોરી -સુત્રાપાડા)

(11:45 am IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST