Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

બોટાદમાં જયોતિરાવ ફુલે જયંતિની ઉજવણી

બોટાદઃ જયોતિરાવ  ફુલેની ૧૯૨મી જન્મ જયંતિની ઉજવણી તથા ''સત્યધર્મ જ્ઞાનકથા''ના પાઠનો કાર્યક્રમ સુંદર રીતે યોજાઇ ગયો. વિઠ્ઠલભાઇ મોૈર્યની આગેવાનીમાં આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય સાહિત્યકાર શ્રી રત્નાકર નાંગર તથા ચિત્રકાર શ્રી કોૈશિક રાઠોડ '' નિર્દોષ''ના હસ્તે કરવામાં આવેલ. શ્રી પરેશભાઇ રાઠોડ દ્વારા ''બુદ્ધ વંદના'' કરાવવામાં આવેલ તથા બિલ્ડર શ્રી દીપકભાઇ વાજા દ્વારા જયોતિબા ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઇ ફુલે દ્વારા કરવામાં આવેલ સમાજ સુધારાની તથા શૈક્ષણિક જાગૃતિની રસપ્રદ વાતો કરવામાં આવેલ. શ્રી કોૈશિકભાઇ રાઠોડ દ્વારા આઝાદીના આટલા વરસો પછી પણ દલિતોએ સહન કરવી પડતી વરવી વાસ્તવિકતાનો ચિતાર રજુ કરાયો હતો. રાજ્યના અગ્રણી બાળ સાહિત્યકાર અને ''માલધારી ટાઇમ્સ''ના તંત્ર રત્નાકર નાંગર દ્વારા ''સત્યધર્મ જ્ઞાનકથા''ના કુલ ૧ થી ૩૮ દર્શનોના પાઠ કરવામાં આવેલ. ભારતના બંધારણના વિચારબીજ જેવી આ કથા જયોતિરાવ ફુલે પ્રેરિત છે અને આ કથાએ ૧૯મી સદીમાં શૈક્ષણિક જાગૃતિ અને સામાજિક ક્રાંતિ માટે મહત્વનો ભાગ ભજવેલ. ભગવાન બુદ્ધની વિચારધારા આધારિત આ કથામાં મનુષ્યને જન્મથી નહી પણ કર્મથી મહાન ગણવાની વાત છે. આ કાર્યક્રમમની સફળતા માટે શ્રી દેવકરણ માલધારી, શ્રી જયકિશન બોળિયા તથા શૈલેષભાઇ મેવાડા અને શ્રી વિઠ્ઠલભાઇ મોૈર્યના પરિવારજનોએ ખાસ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર.(૧.૩)

(9:37 am IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST