Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઘાતક હથિયારો સાથે નવ લોકો ઝડપાયા;સાવરકુંડલા પોલીસે દબોચી લીધા

હાજીપીરથી કેટલાક યાત્રી પાસે હથિયાર હોવાની બાતમીના આધારે ઝડપી લેવાયા

સાવરકુંડલા : લોકસભા ચુંટણીમા નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તેમજ રામનવમી તથા મહોરમના તહેવાર આવતા હોય જેથી લોકોની સુખાકારી સારૂ નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી તથા કે.જે.ચૌધરીના.પો.અધિ સાવરકુંડલાનાની સુચના અનુસંધાને પો.સબ ઇન્સ આર.યુ.ધામા એ.એસ.આઇ ડી.ડી.ગોંડલીયા પો.કોન્સ રાજેંદ્રસિંહ વાઘેલા હરપાલસિંહ સરવૈયા પો.સ્ટાફના માણસો વાહન ચેકીંગમા હતા
  આ  દરમ્યાન બાતમી મળેલ કે હાજીપીરથી કેટલાક યાત્રી આવતા હોય જેમા અમુક ઇસમો પાસે ગે.કા.ઘાતક હથીયારો હોય જેથી બાતમીના  આધારે જયરાજ ટ્રાવેલ્સ રજી વાળી બસને ચેક કરતા ૦૯ યાત્રીક ઇસમો જેમાં રમજાનશા કુરબાનશા પઠાણ (ઉ.વ.૬૩,) હનીફશા રજબશા ચૌહાણ (ઉ.વ.૩૩) હારૂનશા ભીખુશા કનોજીયા (ઉ.વ.૨૨,)તૌફીક ભુપતભાઇ જેઠવા (ઉ.વ.૨૮) નુરશા હુસેનશા સૈયદ, નજીરશા યુનસશા પઠાણ (ઉ.વ.૨૩), મુરાદશા રમજાનશા પઠાણ (ઉ.વ.૨૦,) વલીશા બાપુશા સુમરા (ઉ.વ. ૫૦,)દાદભાઇ કાસમભાઇ ચોટલીયા (ઉ.વ.૭૦ )ઘાતક હથિયારો તલવાર-૧૩ મોટી ગુપ્તી-૦૨ નાની ગુપ્તી-૦૧ કુકરી -૦૧ છરી-૦૫ મ્યાન વાળી છરી-૦૨ એમ કુલ ૨૪ ઘાતક હથીયારો સાથે મળી આવાત અટકાયત કરાઇ હતી.

(8:24 pm IST)