Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુરેન્દ્રનગરના રતનપરમાં એટીએમ તોડવાનો પ્રયાસઃ યુવક સીસીટીવી કેમેરામાં કેદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૬: સુરેન્દ્રનગર જીલ્લાના રતનપરમાં આવેલ બેંકના એટીએમને તોડવાનો યુવકે પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. એક યુવક હાથમાં હથીયાર લઇને આવે છે અને એટીએમનો દરવાજો તોડવાનો પ્રયાસ કરે છે પરંતુ કોઇ લોકો આવી જતા આ યુવક ભાગી જાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં સીસીટીવી કેમેરામાં યુવક નજરે પડે છે. (૪.૨૭)

 

(4:55 pm IST)