Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કઠુઆમાં બાળા ઉપર દુષ્કર્મ હત્યા પ્રકરણના વિરોધમાં કાલે અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મહામૌન રેલી

 સાવરકુંડલા તા.૧૬ : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની મુસ્લીમ બાળા આસીફા ઉપર કરવામાં આવેલ બળાત્કાર અને મોતને ઘાટ ઉતારવાના બનાવને વખોડી કાઢી બળાત્કારીઓને ફાંસીના માંચડે ચડાવવાની બુલંદ માંગ સાથે આવતીકાલ મંગળવારે અમરેલીના મુસ્લીમ સમાજ મૌન રેલી સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે.

ભાજપની સરકારમાં મુસ્લીમ સમાજ માટે ખુબ જ કઠીન છે. વારંવાર મુસ્લીમ સમાજ પર હુમલાઓ માલ મિલ્કતને નુકસાન બળાત્કાર જેવી ઘટના છાશવારે બને છે. ધાર્મિક સ્થળોને નુકસાન ખોટી રીતના કેસ કરી હેરાનગતિ જેવી બાબતો એ આજે અમરેલી શહેરમાં મુસ્લીમ સમાજની મિટીંગ મળેલ હતી. તે મિટીંગમાં ગંભીરતા પુર્વક નિયમો વિચારણાના અંતે કાશ્મીરના કઠવા ગામે આઠ વર્ષની નિર્દોષ મુસ્લીમ બાળાના ઉપર નરાધમોએ બળાતકાર કરી જાનથી મારી નાખેલ હતી. તેથી સમગ્ર દેશના મુસ્લીમ સમાજમાં વ્યાપક દુઃખ પહોંચેલ હતુ. નિર્દોષ મુસ્લીમ બાળા આસીફા ઉપર બળાત્કાર અને મારી નાખવાના બનાવને મુસ્લીમ સમાજ વખોડી બળાત્કારીઓને ફાંસીના માંચડે ચડાવવા  જોઇએ તેવી માંગ સાથે અમરેલીના મુસ્લીમ સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે.

પીર સૈયદ દિલાવરબાપુ પીર સૈયદ જીવા ઉર રહેમાન બાપુ સૈયદ મુઝફરરબાપુ મહેબુબબાપુ રફીકભાઇ માંગલ, નાનભાઇ બિલખીયાની વિગેરેની આગેવાનીમાં મિટીંગ મળેલ અને તેમની જ આગેવાનીમાં  આવેદનપત્ર આપવામાં આવશે. આ મૌન રેલીમાં ર૦ હજારથી વધુ મુસ્લીમો જોડાશે. (૭.રપ)

(1:08 pm IST)