Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જામનગર તાલુકા સરકારી ખરીદ વેંચાણ સંઘમાં કેશરીયો લહેરાયો

પ્રમુખપદે રમેશભાઇ પટેલ - ઉપપ્રમુખ તરીકે જાડેજા વરાયા

જામનગર તા.૧૬: જામનગર જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં વર્ષોના કોંગ્રેસના શાસન પછી ભા.જ.પ.ના સતાધીશોએ કબજો લીધા પછી જામનગર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં ભા.જ.પ.નો કેસરીઓ લહેરાયો છે. જામનગર તાલુકા ખરીદ વેંચાણ સંઘના હોદ્દેદારોની તાજેતરમાં થયેલ ચુંટણીમાં પ્રમુખ તરીકે ભા.જ.પ.ના શ્રી રમેશભાઇ જેરામભાઇ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ભા.જ.પ.ના શ્રી બહાદુરસિંહ જાડેજાની બીનહરીફ ચુંટણી આવેલ છે.

જામનગર માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી રાઘવજીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકા ખરીદ વેંચાણ સંઘમાં ભા.જ.પ.ના આગેવાનો બીનહરીફ ચુંટાઇ આવેલ છે. બીનહરીફ ચુંટાયેલ હોદ્દેદારોને ભા.જ.પ.ના તાલુકાના પ્રમુખ મુકુંદભાઇ સભાયા, બકુલસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રસીકભાઇ કોડીનારીયા, રમેશભાઇ મુંગરા, પ્રદિપસિંહ જશુભા જાડેજા, ભગવાનજીભાઇ ધમસાણીયા, માવજીભાઇ ભેંસદડીયા વિગેરે આગેવાનોએ અભિનંદન આપેલ છે. (૧૧.૬)

(1:08 pm IST)