Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જય સોમનાથ ચેરી. ટ્રસ્ટ અને સુપર-૭ ગ્રુપના સંયુકત ઉપક્રમે : ભાણવડ કેમ્પમાં ૧૭૦ બોટલ રકત એકત્રિત : એમ્બ્યુલન્સવાનનું લોકાર્પણ

 ભાણવડ ખાતે જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુપર-૭ ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ, એમ્બ્યુલન્સ લોકાર્પણ તેમજ સમૂહ ભોજન કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો. ખરાવાડમાં સથવારા સમાજ ખાતે યોજવામાં આવેલ રકતદાન કેમ્પ સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં કુલ ૧૭૦ બોટલ જેવું માતબર રકતદાન આવ્યું હતું. જામનગરની વોલન્ટરી બ્લડ બેંક અને ખંભાળીયાની બ્લડ બેંક દ્વારા આ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું. દરમ્યાન ભાણવડની પ્રજાને ઉપયોગી થઇ શકે એવી એમ્બ્યુલન્સ વાનનું સ્વ. રામજીભાઇ રત્નાભાઇ નકુમના સ્મરણાર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (૮.૧૦)

(1:07 pm IST)