Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વઢવાણમાં ૬.૯૦ લાખની સામે ૧૪ લાખ ચુકવી દીધા હોવા છતા પાલિકા વિરોધપક્ષના નેતાની ખૂન - અપહરણની ધમકી

જીલ્લા પોલીસવડા - ડીએસપી સમક્ષ ન્યાયની માંગણી સાથે આત્મવિલોપનની ચિમકી આપતા ખેતાભાઇ પરમાર

 વઢવાણ તા. ૧૬ : સુરેન્દ્રનગર જીલ્લાનાં વઢવાણમાં ખેતાભાઇ છગનભાઇ પરમારે જીલ્લા પોલીસવડા અને ડીએસપીશ્રીને આવેદનપત્ર પાઠવીને ઉંચા વ્યાજના નાણા ચુકવી આપેલ હોવા છતા પઠાણી ઉઘરાણી કરીને અમોને તથા પરિવારને માર મારવામાં આવતા હોવાથી આ પ્રકરણમાં તપાસ કરીને ન્યાય આપવા માંગણી કરી છે.

ખેતાભાઇ પરમારે જણાવ્યું છે કે, વઢવાણ પાલિકાના વિરોધપક્ષના નેતા બહાદુરસિંહ ભરતસિંહ સોલંકી પાસેથી દર મહિને સાત ટકા લેખે ચક્રવૃધ્ધિ વ્યાજ ચુકવીને રૂ.૬.૯૦ લાખ રૂપિયા લીધા હતા તેની સામે રૂ. ૧૩ થી ૧૪ લાખ ચુકવી દીધા છતા વારંવાર ઘરે આવીને પઠાણી ઉઘરાવી કરીને અવાર - નવાર અપહરણ કરીને મારમારીને છોડી મુકે છે અને ધમકાવવામાં આવે છે.

જો આ પ્રકરણમાં ન્યાય નહી મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી આપી છે અને બહાદુરસિંહ ભરતસિંહ સોલંકી વિરૂધ્ધ ઉંચા વ્યાજે નાણાધિરાણ કરવાનો ગુન્હો દાખલ કરીને એફઆરઆઇ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરવા ખેતાભાઇ છગનભાઇ પરમારે માંગણી કરી છે અને અપહરણ તથા પરિવારને ખૂનની ધમકી આપનારને સજા કરવા માંગ કરી છે.(૪૫.૨)

 

(1:00 pm IST)