Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉનાઃ વિધવા પેન્શન સહાયની રકમ બેન્ક ખાતામાં જમા કરાવવા રજૂઆત

ઉના, તા. ૧૬ :. ગુજરાત રાજ્યની તમામ વિધવા બહેનોના પેન્સન બેન્કના ખાતામાં જમા કરાવવા રજૂઆત કરાય છે.

સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડાએ સમાજ કલ્યાણ વિભાગના ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરભાઈ પરમારને લેખીતમાં રજુઆત કરી છે. રાજ્યમાં હાલ તમામ વિધવા બહેનોની સહાય પોસ્ટ ઓફિસના ખાતામા જમા થાય છે, જેથી બહેનોને રોકડ રૂપિયા ઉપાડવા ખૂબ અગવડતા પડે છે. બહેનોને તાલુકા પોસ્ટ ઓફિસે ધક્કો ખાવો પડે છે, કયારેક અભણ વિધવા બહેનોને છેતરાવાનો ડર રહે છે.

આ રકમ બેન્કના વિધવા બહેનના ખાતામાં સીધી જમા થઈ જાય તો લોકો તેમની નજીકની બેન્કમાંથી ઉપાડી શકે અને અનુકુળ રહે તેમ છે. વહેલી તકે વિધવા બહેનોની પેન્સનની રકમ બેન્કમાં સીધા જમા કરાવવા કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિપશ્યના પરિચય

આધુનિક જીવનના ભૌતિક સગવડોનો ખૂબ વધારો થયો હોવા છતા આધિ, વ્યાધિ અને ઉપાધીનો માનવી ભોગ બને છે. વિપશ્યના ધ્યાન સાધના દ્વારા આમાથી છૂટકારો મેળવી, માનસિક ફાયદા કેવી રીતે મળે તે માટે આજે તા. ૧૬ને સોમવારે રાત્રીના ૯ થી ૧૦.૩૦ સુધી એક વિપશ્યના પરિચય કાર્યક્રમનું આયોજન માધવબાગના હોલમાં કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં જેન્તીભાઈ ઠક્કર (કચ્છ), રાજુભાઈ મહેતા (રાજકોટ) વિપશ્યના આચાર્ય પધારી સુખી થવાની ચાવી અંગે માર્ગદર્શન આપશે. તમામ ૧૮ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનોએ પધારવા આયોજકોએ નિમંત્રણ એક યાદીમાં આપેલ છે.

(12:03 pm IST)