Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉનામાં ગીરસોમનાથ જિલ્લા માહિતી કચેરી દ્વારા જનયોજનામાં 'મિડીયાની ભૂમિકા' વર્કશોપ યોજાયો

ઉના તા. ૧૬ : ગુજરાત પ્રેસ અકાદમી - માહિતી નિયામક કચેરી ગાંધીનગર અને જીલ્લા માહિતી કચેરી - ગીર સોમનાથ દ્વારા ઉના ના વિશ્રામ ગૃહ (સર્કીટ હાઉસ)માં જનહિરકારી યોજનામાં મિડીયાની હકારાત્મક ભૂમિકા અંગેનો પ્રેસ સેમિનાર સહાયક માહિતી નિયામક ગીરસોમનાથના અર્જુનભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ઉના - ગીરગઢડા તાલુકાના પ્રિન્ટ મિડીયા - ઇલેકટ્રીક મિડીયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રથમ તાલુકાના સિનિયર પત્રકાર હર્ષદભાઇ ઓઝા, કનકભાઇ જાનીનું ફુલોથી સ્વાગત કરાયુ હતુ તેમજ આ પ્રસંગે પત્રકારો ફારૂકભાઇ કાજી, નવીનભાઇ જોષી, કમલેશભાઇ જુમાણી, યશવંતભાઇ મહેતા, રજનીભાઇ કોટેચા, જીતુભાઇ ઠાકર, રસીકભાઇ ચાવડાએ વકતવ્ય આપ્યુ હતુ.

કાર્યક્રમના અધ્યક્ષ અર્જુનભાઇ પરમારે મિડીયા લોકોનું વિશ્વાસપાત્ર માધ્યમ છે તેમજ મિડીયા મારફત સરકારશ્રીની વિવિધ જનહીતની યોજનાઓ અમલમાં છે તેનો લોકો સુધી માહિતી પહોચાડી વધુમાં વધુ લોકો લાભ લઇ આગળ વધે. આરોગ્ય શિક્ષણ, આવાસ વગેરે યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ રામભાઇ વાઘેલાએ કરી હતી.(૪૫.૪)

(12:01 pm IST)