Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોલકી ગામે મહિલા સંચાલીત જુગાર અડા ઉપર દરોડોઃ૬ મહિલા અને ૬ પુરૂષો ઝડપાયા

ઉપલેટા તા.૧૬ : કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા પી.આઇ. એ. બી. પટેલને મળેલી બાતમીના  આધારે તાલુકાના કોલકીગામે લાલપરની સીમમાં આવેલ પીબીઆર ફોર્મ ઉપર ગઇકાલે દરોડો પાડતાજુગારનો અડો ચલાવતી કોલકીની મહિલા સંચાલીકા રેખા બાબુ માકડીયાની નાલ ખેચી તીનપતીનો જુગાર રમાડતી હતી. દરોડો દરમિયાન પોલીસને જોઇને નાશભાગ મચી જવા પામી હતી. આ રેડ મનીષાબેન નવીનભાઇ ત્રાંબડીયા, અમીબેન હેમતભાઇત્રાંબડીયા, સરોજબેન અલ્પેશભાઇ માકડીયા, જયાબેન પરસોતમભાઇ ફળદુ, નીતાબેન દિનેશભાઇ ગોવાણી, સંજયભાઇ વેલજીભાઇ માકડીયા, દિનેશભાઇ રતનશી ગોવાણી, હેમતભાઇ બચુભાઇ ત્રાંબડીયા, મિશાલભાઇ અલ્પેશભાઇ મારડીયા, સુમીતભાઇ દિનેશભાઇ ગોવાણીને રોકડ રૂ.ર૬૮૧૦સહિત વાહન મળી કુલ રૂ. ૧૬ લાખ ૮૩ હજાર ૭૧૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કરેલ છે.આ દરોડાથી ઉપલેટા વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામેલ છે. આ કાર્યવાહીમાં ડી સ્ટાફના રમેશભાઇ બોદર, કૌશીકભાઇ જોશી, મનીષભાઇ પરમાર, મનોજભાઇ બારડ, જયેશભાઇ દાફડા અને મનહરસિંહ ચુડાસમા સહિતના સ્ટાફ સાથે રહેલ હતો. (૪.૬)

(12:00 pm IST)