Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અલંગ પ્લોટ નં.રમાં ઝડક પડતા મજૂરનું મોત

પોલીસ કાફલો દોડયોઃ પ્લોટમાં ક્રેઇન સળગાવવાનો પ્રયાસઃ અલગ-જહાજવાડામાં નિયમોની ઐસીતૈસી

ભાવનગર તા.૧૬ :  અલગં શીપ બ્રેકિંગ યાર્ડમાં પ્લોટન. રમાં રાત્રીના સમયે આજે રવિવારની જાહેર રજા હોવા છતાય કામ શરૂ રાખેલ હતુ. એક મજુર ઉપર ઝડક પડતા મજુરનુ મોત નીપજયુ હતુ. નિયમોની ઐસીતૈસી કરીને કામ શરૂ હોય અને તેમાંય મજુરનું મોત નિપજતા પરપ્રાંતિય મંજુરો ઘટનાને લઇ વિફર્યા હતા. પ્લોટમાં તોડફોડ કરી અને આગ લગાવવાનો પ્રયાસ કર્યાની વાતને લઇ પોલીસ કાફલો દોડી ગયો હતો.

અલંગ જહાજવાડામાં જાણે મજુરોના જીવની કોઇ કિંમત નહોય અને શીપબ્રેકિંગને લઇ ઘડેલા કાયદાઓનો પણ ધોધ ઉડતો હોય તેવી ટઘનાઓ વારંવાર બહાર આવ્યા વગર રહેતી નથી.

રવિવારની જાહેર રજાનો દિવસ એ ઉપરાંત સાંજના છ વાગ્યા બાદ પ્લોટમાં કામ થોભાવી દેવાના બંને નિયમોની ઐસીતૈસી કરીને પ્લોટ નં.રમાં રાત્રીના સમયે પણ કામ શરૂ રાખવામાં આવ્યું હતું.

જેમાં રાત્રીના દસેક વાગ્યાના સુમારે મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે એક ઉપર ઝડફ પડતા કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. (૪.૯)

(3:22 pm IST)