Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાવનગરમાં અર્ધા લાખની ઘર ફોડી

ભાવનગર તા.૧૬ : શહરેના સુભાષનગર વિસ્તારમાંનેચરલ પાર્ક સોસાયટી માં રહેતા જગદીશભાઇ મોહનભાઇ લશ્કરી નો પરિવાર વેકેશન  કરવા બહારગામ ગયો હતો અને જગદીશભાઇ બહાર ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ ૪૩ હજાર ની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 દારૂ પકડાયો

ભાવનગર : ભાવનગરના તરસમીયા રોડ પર આવેલ બાવળની કાંટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની  બાતમીના આધારે તપાસ કરતા બાવળની કાંટમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની ૮૪ બોટલ જે રૂ ૨૫ હજારનો મળી આવ્યો હતો.

આ કાર્યવાહી અંગે ભરતનગર પોલીસ મથકના ઇન્સ્પેકટર જે.એમ. ચાવડાએ માહીતી આપી હતી. (૩.૩)

(11:57 am IST)