Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કાલાવડ પંથકમાં બળાત્કાર

જામનગર તા. ૧૬:  કાલાવડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવામાં આવી છે કે, બાબુભાઇ ભીખાભાઇ તરાવિયા પટેલ રહે. ખાનકોટડાવાળાએ ફરીયાદી પેઠાપીરની દરગાહે આવેલ પાણીના અવેડે ગયેલ ત્યાં આરોપી આવેલ અને ફરીયાદીને બાજુમાં આવેલ ઓરડીમાં લઇ જઇ ફરીયાદીની મરજી વિરૂધ્ધ અને તેની સહમતી વગર ફરીયાદી ઉપર બળાત્કાર કરી જણાવેલ કે આ વાતની જાણ કોઇને કરીશ તો તને તથા તારા પતિને છરી વડે જાનથી મારી નાખાવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

દુકાનદાર ને માર માર્યાની રાવ

અહીં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતો અને ટાઉન હોલ જેવા ભરચક વિસ્તાર પાસે ભારત સ્કુલ બેગ નામની દુકાન ચલાવતા સલીમ બાબુભાઇ બ્લોચ ઉ.વ. ૫૦ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છેકે, ચાર અજાણ્યા ઇસમોએ દુકાનમાં આવી ટોપી લેવા અંગે મગજમારી કરી ફરીયાદી તથા સાહેદોને પાઇપ વડે મુંઢ માર મારી ફેકચર કરી દુકાનમાં તોડફોડ કરી નુકશાન કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

મોટરકારે ઠોકર મારતા

અહીં પંચ બી. ડીવીઝનમાં મનસુખભાઇ હીરાભાઇ સાદીયાએ ફરીયાદ નોંધાવી છે કે રણજીતસાગર રોડ, અંકુર ફાર્મની બાજુમાં રોડ પર ફરીયાદી મનસુખભાઇના સાળા શૈલેષભાઇ દેવશીભાઇ પોતે તથા તેના મિત્ર પ્રવિણભાઇનું મોટર સાયકલ નં. જીજે-૧૦ સીકે-૮ર૮પ પ્રવિણભાઇ ચલાવતા હોય અને શૈલેષભાઇ પાછળ બેઠેલ હતા તે મોટર સાયકલને એસન્ટકાર નં. જીજે-૦૧-કે.જી. ૭૧૪૭ નો ચાલકે હડફેટે લઇ ઠોકર મારી દેતા મોટર સાયકલ ચાલક પ્રવિણભાઇને પગમાં ફ્રેકચર કરી શરીરે મુઢ ઇજાઓ કરી તથા ફરીયાદી મનસુખભાઇના સાળા સાહેદ શૈલેષભાઇને જમણા પગમાં તથા સાથળમાં ફ્રેકચર કરી શરીરે ઇજાઓ કરી ગુનો કરેલ છે.

(11:55 am IST)