Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

એક સાથે ૧૦ મૃતકોની અંતિમવિધિઃ શિકરા હિબકે ચડયું

મામેરૂ આપવા જતા પટેલ પરિવારને અકસ્માત નડતા અરેરાટીઃ ગામ સ્વયંભુ બંધ

ભુજ તા. ૧૬ : કચ્છના ભચાઉ પાસે શિકરા ગામના ૧૦ વ્યકિતના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સવારે એક સાથે ૧૦ મૃતકોની સ્મશાનયાત્રા નીકળતા આખુ ગામ હિબકે ચડયું હતું અને ગામ સ્વયંભુ બંધ રહ્યું હતું.

ભચાઉના શિકરા ગામે રહેતો પટેલ પરિવાર પુત્રીના ઘરે યોજાયેલા પ્રસંગમાં મામેરૂ આપવા રવિવારે સવારે ટ્રેકટરમાં નીકળ્યો હતો. હંસીખુશીની પળો સાથે નીકળેલા પટેલ પરિવારના ટ્રેકટરને ગામથી થોડા દૂર જ સામેથી આવતી લકઝરી બસના ચાલકે અડફેટે લીધું હતું. આ ગોઝારા અકસ્માતમાં નવ વ્યકિતના તો ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. જયારે પટેલ પરિવારના મોભીનું સારવારમાં મૃત્યુ નિપજયું હતું. બીજી બાજુ આ અકસ્માતમાં અન્ય ૧૦ વ્યકિતને ઈજા થઈ હતી.

થોડા સમય પૂર્વે જ રંઘોળા પાસે પુત્રના લગ્ન કરવા નીકળેલા કોળી પરિવારની જાનનો ટ્રેક પુલ નીચે પટકાતા ૪૦ વ્યકિતઓના મોત થયા હતા. રવિવારે સર્જાયેલા અકસ્માતમાં પણ પટેલ પરિવારમાં પ્રસંગની ખૂશી પળવારમાં માતમમાં પલટાઈ ગઈ હતી.

શિકરા ગામમાં રહેતા નાનજીભાઈ અનાવાડીયા (પટેલ)ના પરિવારની પુત્રીના ઘરે પ્રસંગ હોવાથી નાનજીભાઈ પરિવાર અને સ્વજનો સાથે શિકરા ગામેથી ટ્રેકટરની ટ્રોલીમાં બેસીને નજીકમાં જ આવેલા વીજપાસર ગામે જઈ રહ્યા હતા. ગામ નજીક છેલ્લા આઠ વર્ષથી બનતો ભૂજ-દૂધઈ-ભચાઉ હાઈ-વેનો રસ્તો ખરાબ હોવાથી ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમાં ટ્રેકટર હંકારી મુકયું હતું.

દરમિયાન કુંભારડી તરફથી પૂરપાટ ઝડપે આવતી લકઝરી બસના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રોલીમાં બેઠેલા પટેલ પરિવારની ૧૦ વ્યકિતના મૃત્યુ નિપજયા હતા. જયારે ૧૦ વ્યકિતને ઈજા થઈ હતી. જેના પગલે પ્રસંગ માતમમાં પલટાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ પીઆઈ ગોઢાણીયા અને શિકરાના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

પુત્રીને મામેરૂ આપવા  ટ્રેકટરમાં નીકળેલા પરિવાર પર બસ કાળ બની ત્રાટકી

નોંધનીય છે કે થોડા સમય પૂર્વે જ રંઘોળા પાસે પુત્રના લગ્ન કરવા નીકળેલા કોળી પરિવારની જાનનો ટ્રેક પુલ નીચે પટકાતા ૪૦ વ્યકિતઓના મોત થયા હતા. રવિવારે સર્જાયેલા અકસ્માતમાં પણ પટેલ પરિવારમાં પ્રસંગની ખૂશી પળવારમાં માતમમાં પલટાઈ ગઈ હતી.ઙ્ગ

ભચાઉના શિકરા ગામમાં રહેતા નાનજીભાઈ સવજીભાઈ અનાવાડીયા(પટેલ)ના પરિવારની પુત્રીના ઘરે પ્રસંગ હોવાથી નાનજીભાઈ પરિવાર અને સ્વજનો સાથે શિકરા ગામેથી ટ્રેકટરની ટ્રોલીમાં બેસીને નજીકમાં જ આવેલા વીજપાસર ગામે જઈ રહ્યા હતા. દરમિયાન ગામ નજીક છેલ્લા આઠ વર્ષથી બનતો ભૂજ-દૂધઈ-ભચાઉ હાઈ-વેનો રસ્તો ખરાબ હોવાથી ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમાં ટ્રેકટર હંકારી મુકયું હતું. દરમિયાન કુંભારડી તરફથી પૂરપાટ ઝડપે આવતી લકઝરી બસના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રોલીમાં બેઠેલા પટેલ પરિવારની ૧૦ વ્યકિતના મૃત્યુ નિપજયા હતા.

જયારે ૧૦ વ્યકિતને ઈજા થઈ હતી. જેના પગલે હસીખુશીનો પ્રસંગ માતમમાં પલટાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ભચાઉના પીઆઈ ગોઢાણીયા અને શિકરા ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

ટ્રેકટરમાં મતૃદેહોની સ્મશાનયાત્રા

ભુજ : રવિવારે બનેલા ગોઝારા અકસ્માતે ૧૦ લોકોના જીવ લેવાયા છે, જે તમામ લોકોની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેને લઈને આખુ ગામ હિબકે ચડ્યું હતું. પટેલ પરિવારના ૧૦ લોકોના અંતિમસંસ્કાર એક સાથે કરવામાં આવ્યા. આ અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

આ અંતિમયાત્રા નીકળતા ગામમાં માતમ છવાય ગયો હતો. કારણ કે એક સાથે એક જ પરિવારના ૧૦ લોકોની અર્થી એક સાથે ઉઠી હતી. જેને લઈને આખુ ગામ શોકમગ્ન બન્યું હતું.

ગામના ૧૦-૧૦ લોકો અકસ્માતમાં મોતને ભેટતા આખા ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ દુર્ઘટનામાં ૭ મહિલા અને ૧ બાળક સહિત ૯ લોકો મોતને ભેટ્યા છે. જેને લઈને ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

એક જ પરિવારના ૧૦ લોકોના મોતના થવાથી ટ્રેકટરમાં મૃતદેહોને સ્મશાનયાત્રામાં લઈ જવા પડ્યા હતા. આ કરૂણ દ્રશ્યો જોઈને તમારા પણ રૂવાળા ઉભા થઈ જશે. કારણ કે એક જ પરિવારના ૧૦ લોકોની અર્થી એક સાથે ઉપડતા ગામમાં માતમ છવાય ગયો છે.ઙ્ગઆ અંતિમ યાત્રામાં ગામના લોકોઙ્ગ રામ બોલો ભાઈ રામ બોલી રહ્યાં હતા.

(12:57 pm IST)