Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોરબીના પીપળીના યુવાનની હત્યામાં ૫ આરોપીઓના આજે રીમાન્ડ મંગાશે

પત્ની સાથેના આડાસંબંધની જાણ થતા પતિ સહિતનાઓએ પૂર્વયોજીત કાવત્રુ રચી કાસળ કાઢી નાંખ્યું

મોરબી તા. ૧૬ : મોરબીના પીપળી ગામે યુવાનની હત્યા કરનાર પાંચેય આરોપીઓના આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

મોરબીના પીપળી ગામે ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણ નામના યુવાનના હત્યા મામલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી અને હત્યાના સ્થળ નજીક કડિયાકામ કરતો ગોરધન નામનો શખ્શ બનાવ સમયથી ગુમ હોય જેથી શંકાને આધારે પોલીસે તેની શોધખોળ આદરી હતી અને આરોપી પોતાના વતનમાં નાસી ગયો હોય જેથી મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપી ગોરધન શેનીયા ભુરીયા, દિલીપ તીતરીયા દામોઅર અને સુમીલા ગોરધન ભુરીયા એમ ત્રણ આરોપીને મધ્યપ્રદેશથી તેમજ મુકેશ તીતરીયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયા રહે બંને એમપી વાળાને પડધરી તાલુકાના ખામટા ગામથી ઝડપી લઈને પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

મૃતક ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણને આરોપી સુમીલા ગોરધન ભુરીયા સાથે આડાસંબંધ હોય જેની જાણ પતિ ગોરધન ને થતા તેની સાથે કડિયા કામ કરતા તેને સાલા દિલીપ વાત કરી હતી જેને ખેત મજુરી કરતા અન્ય આરોપીઓની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો

આરોપી ગોરધનને પત્ની સાથે યુવાનના આડાસંબંધ ની જાણ થતા ગોરધન, સુમીલા અને દિલીપ તેમજ મુકેશ અને ધૂમજી બે મોટરસાયકલ લઈને પડધરીથી પીપળી ગામ આવ્યા હતા અને સુમીલાએ ફોન કરી મૃતકને બોલાવ્યો હતો જે ગોદડું લઈને આવતા આરોપીપઓએ માથામાં હથોડાના ઘા ઝીંકી મૃતદેહને ગોદડામાં બાંધી પથ્થર સાથે કુવામાં ઘા કરી પુરાવાનો નાશ કરી નાસી ગયા હતા જેમાંથી ત્રણ આરોપી ને એમપીથી જયારે અન્ય બેને પડધરી તાલુકાના ખામટા ગામેથી દબોચી લેવાયા છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. પકડાયેલ પાંચેય આરોપીઓને આજે સાંજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે.

(3:26 pm IST)