Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અમરેલી લોકસભા બેઠક માટે હું કયાંય ચિત્રમાં નથી, બે બહેનો અને બે ભાઈઓના નામ ચર્ચામાં: પરેશ ધાનાણી

રાજકોટ, તા. ૧૬ :. લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બરાબરનો જામતો જાય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ લોકસભાની અમરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને તેઓએ જણાવ્યુ છે કે, અમારા પરિવારમાંથી કોઈપણ લોકસભાની ચૂંટણી નહિ લડે. બીજા આગેવાનોને તક મળે તે માટે આ નિર્ણય કર્યો છે. પરેશભાઈ ધાનાણીએ અકિલાને જણાવ્યુ હતુ કે, અમરેલી લોકસભા બેઠક માટે પ્રતાપભાઈ દુધાત, મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશભાઈ કોટડીયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના પુત્રી જેનીબેન ઠુંમર, કોકીલાબેન કાકડીયાના નામો ચર્ચામાં છે. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.(૨

(3:24 pm IST)