Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ૧ર સભ્યોને બાવળ પ્રકરણમાં ૧૬.૪૯ લાખ ભરવા આદેશ

ચીફ ઓફીસર સામે પગલા લેવાશેઃ કેબીનેટ મંત્રી બન્યાને તેના જ નવા પ્રવેશેલા કાર્યકરોને આમ કેમ થયું? ઠેર ઠેર ચર્ચા

માણાવદર તા. ૧૬ :.. પાલિકામાં સને ર૦૦૮-૯ માં તત્કાલીન પ્રમુખ ગીતાબેન મકવાણા હતા ત્યારે વરસાદના કારણે પુર-હોનારત જેવી સ્થિતિ ન ઉદઘાવે તે હેતુથી શહેરના વિવિધ વોંકળા- વિસ્તારોમાંથી અડચણરૂપ બાવળો, ઝાંડી-ઝાંખરા દુર કરવાનો પ્રજા લક્ષી નિર્ણય લઇ તા. ર૧-૩-ર૦૦૮ ની બેઠકમાં બહુમતી થી ઠરાવ કરી પ લાખના ખર્ચે ઉપરોકત કામગીરી કરવામાં ઠરાવ પસાર કરેલ પરંતુ આ કામ માટે પ્રમુખ કે ચીફ ઓફીસર ને સત્તા આપવામાં આવેલ ન હતી. અને કુલ રૂ. ૧૬.૪૯ લાખનો ખર્ચ કરી ઝાટકીયા તથા પ્રવિણાબેન દેલવાડીયાએ કલેકટર ને કરેલ જેની તપાસ ના.કલેકટરએ કરી અહેવાલમાં બજેટમાં કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી. ખર્ચની સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવામાં આવેલ નથી. પ્રમુખ કે ચીફ ઓફીસરને કે અન્ય ને કામ કરવાની સત્તા આપવામાં આવેલ નથી. વિગેરે અનેક ક્ષતીઓને ધ્યાને રાખી અહેવાલ મોકલેલ.

જેમાં ના. પ્રા. નિયામક દ્વારા ૧૬.૪૯ લાખની સ્વભંડોળમાંથી વપરાયેલ રકમ સત્તા બહાર કામગીરી કરી હોય તે તમામ સભ્યો પાસેથી વસુલવા આદેશ કર્યો છે. જેમાં કુલ ૧૩ સભ્યો હતાં. ૧ સભ્ય સ્વ. રામજીભાઇ વીરજીભાઇ પટેલનું અવસાન થતાં તેને આ કામે રકમ ભરવા માંથી મુકિત મળી છે. બાકીના ૧ર સભ્યો પાસેથી સરખે હિસ્સે રકમ ભરવા આદેશ કર્યો છે જો કે તત્કાલીન ઉપપ્રમુખ ત્થા સભ્યો કોર્ટના દ્વાર ખખડાવશે તેમ નિર્મળસિંહ ચુડાસમાએ જણાવેલ છે.

ત્થા અધિકારીઓએ કોઇપણ સભ્યોની કોઇ પુછપરછ જ કરી નથી તેમ તે વખતના કારોબારી ચેરમેન પ્રવિણભાઇ જોષીએ જણાવ્યું ખર્ચને બહાલી આપેલ છે પરંતુ સભ્યો આ અંગે પુર્ણ જાણ કરવામાં આવેલ નહોતી. સભ્યો જાણતા નથી ત્થા પેમેન્ટ વાસ્તવમાં ચીફ ઓફીસરની સહિથી ચુકવાય છે. તેણે જોવું જોઇએ.

ઉચ્ચ અધિકારીઓએ પુછપરછ કરી નથી. કાનુની સલાહ લઇ કોર્ટમાં જાશું. આ પ્રકરણ માત્ર રાજકીય કિન્નાખોરી થતી સભ્યોની જવાબદારી નાખ્યાનું જોષીએ જણાવ્યું હતું.

જો કે હકિકત એ છે કે આ બાવળોના કારણે પુર-હોાનરતની સ્થિતીનું નિવારણ થઇ શકયું છે. કયાંય પાણી ભરાયા નથી તે વખતે તે પાણીનો નિકાલ ઝડપી થયો હતો. તાજેતરમાં જ વાજતે ગાજતે કોંગ્રેસના તમામ કાર્યકરો સભ્યો ભાજપમાં પ્રવેશ કર્યો ત્યાં એમાના ઘણા હોદેદારો - પ્રમુખ વિગેરેને આ બાવળ પ્રકરણમાં હડફેટે લઇ લેતા ચકચાર મચી છે. કારર્કીદી જ પૂર્ણ થશે શું ? આ ની અસરો આગામી ચૂંટણીમાં પડશે તે ચોકકસ છે.

(11:48 am IST)
  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST