Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ધોરાજીના પાટણવાવનાં ઢંકગીરી-ઓસમ ડુંગર ઉપર મંગળવારે છ ગાઉની યાત્રા

પાટણવાવ તા. ૧૬: પાટણવાવ આગામી ફાગણસુદ -૧૩, તા. ૧૯ને મંગળવારના દિવસે પ્રતિવર્ષની જેમ જ આ વર્ષે પણ (ઓસમ પહાડ) ઢંકગીરીરાજ સેત્રુંજયની પરિક્રમા ચાલુ છે. ઢંકગીરી પર્વત ઓસમ ડુંગર સેત્રુંજય અને ગિરનારજીની એક ટુંક હોવાનો અને અતિ મહત્વનું યાત્રાધામ હોવાનો પુરાવાઓ મળી આવ્યા છે.

ટુંક ઉપર પણ છ ગાઉની પરિક્રમા સતત ૩૫ વર્ષથી ચાલુ છે. તદ્દનુસાર આ વર્ષે પણ ફાગણસુદ-૧૩ તા. ૧૯ને મંગળવારે રાખવામાં આવેલ છે.

આ પહાડ ઉપર પણ પહેલા ૩૫ જીનાલયો હતા. હાલ પર્વત ઉપર બે જિનાલયોનાં જીર્ણોધ્ધાર થયેલ છે. આમ એક જ સ્થળે જૈનવિશ્વના બે અનોખા જિનાલયો જેની જોડ વિશ્વમાં કયાંય નથી તેવા અનન્ય અનોખા સ્થાપત્ય પાટણવાવવની પાવન ભૂમિમાં નિર્મિત થયા. જેૈનો ગર્વ અને આનંદ થી અહીં દેશ-વિદેશ વસ્તા અહીંના દરેક વતનપ્રેમીઓને છે.

આજ દિવસે મહાન અને પવિત્ર દિવસે કૃષ્ણ મહારાજના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિ ભગવંત સાથે તથા ઢંકસુરી મ.સા. પણ બે બે કરોડ મુની ભગવંત સાથે મુકિતપદને પામેલ હતા.

ત્યાર પછી તેમના પુત્ર હરરામને ખબર મળતા જ તેમણે પણ ઢંક-ઢંક જાપ શરૂ કર્યો અને કેવલ જ્ઞાનની પ્રાપ્તી થઇ હતી.

છ ગાઉની પરિક્રમામાં કૃષ્ણ મહારાજનાં પુત્ર શાંબ-પ્રદ્યુમ્ન, પાંચ પાંડવો, રામ-ભરત દેવકી માતાના ૬ પુત્ર, આદિના પગલાના દર્શનનો પણ લાભ મળશે.

પાટણવાવ ગામમાંથી સવારના ૭ વાગ્યે નિકળી પીરબાપાએ થઇ આદિનાથ ભગવાનના પગલે થઇ બન્ને દેરાસર તથા ચંદન તળાવડી (ભાડવા ડુંગર) તથા હોળી ટીંબો તથા ડેડકીયા તળાવ થઇને નીચે ઉતરશે.

યાત્રા પછી પાલની વ્યવસ્થા રાખેલ છે. તો દરેક ભાગ્યશાળીઓએ યાત્રામાં જોડવા ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટ-પાટણવાવ દ્વારા જણાવાયું છે.

(11:54 am IST)
  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • જૂનાગઢ પોલીસને મોટી સફળતા ;બેહોશીની દવાઓ પીવડાવીને ગુજરાત,રાજસ્થાન અને મહારષ્ટ્રમાં અનેક ચોરી અને લૂંટને અંજામ આપનારા શખ્શ હાજી હાસનને રાજસ્થાનથી ઝડપી લેવાયો :ભાવનગર વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો :22 ગુન્હા પરથી પડદો ઉંચકાયો access_time 7:50 pm IST