Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકસભા વિસ્તારમાં ૫૪૧૮૦૬ મતદારો : મતદાન માટે ૬૬૦ બુથ

ખંભાળીયા તા.૧૬ : દેવભુમી જિલ્લામાં લોકસભાની ચુંટણી માટે ૫૪૧૮૦૬ મતદારો અને ૬૬૦ મતદાન બુથો પર મતદાન થનાર છે. દેવભૂમી દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર આગામી લોકસભાની ચુંટણીઓ માટે સજજ થયુ છે ત્યારે તેની વિગતો જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ આપી હતી.

દેવભૂમિ જિલ્લાના ખંભાળીયા વિધાનસભામાં ખંભાળીયા તાલુકામાં શહેરી વિસ્તારોમાં ૬૨ મતદાન મથકો તથા ગ્રામ્યમાં ૧૭૬ મળીને કુલ ૨૩૮ મતદાન મથકો આવેલ છે જયારે ભાણવડ તાલુકામાં શહેરમાં ૨૧ તથા ગ્રામ્યમાં ૭૯ મળી કુલ ૧૦૦ બુથો આવેલ છે. ખંભાળીયા વિધાનસભામાં કુલ શહેરી મતદાન બુથો ૮૩ તથા ગ્રામ્યમાં રપપ મળી કુલ ૩૩૮ મતદાન બુથો છે.

દેવભુમી જિલ્લાના દ્વારકા વિધાનસભામાં દ્વારકા તાલુકામાં ૮૨ મતદાન બુથો શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્યમાં ૬૫ કુલ ૧૪૭ બુથો છે જયારે કલ્યાણપુર તાલુકામાં શહેરમાં ૧૪ ગ્રામ્યમાં ૧૬૧ બુથો મળી કુલ ૧૭૫ બુથો છે. દ્વારકા વિધાનસભામાં ૯૬ શહેર અને ગ્રામ્યમાં ૨૨૬ મળી કુલ ૩રર બુથો છે. જિલ્લામાં ૧૭૯ શહેરી અને ૪૮૧ ગ્રામ્ય મળી કુલ ૬૬૦ મતદાન બુથોમાં મતદાન થશે.

મતદારોની સંખ્યા જોઇએ તો દ્વારકા તાલુકામાં ૧૨૪૮૨૭ મતદારો અને કલ્યાણપુરમાં ૧૪૩૦૬૩ મળીને ધારાસભા દ્વારકાના મતદારો ૨૬૭૮૯૦ થાય છે જયારે ખંભાળીયા તાલુકાના ૧૯૩૭૭૧ અને ભાણવડ તાલુકાના ૮૦૧૪૫ મતદારો મળીને ૨૭૩૯૧૬ થાય છે કુલ જિલ્લાના મતદારો ૫૪૧૮૦૬ જેમાં ૨૮૧૨૦૧ પુરૂષો અને ૨૬૦૫૯૪ મહિલાઓ છે.

રાજયના ચુંટણીપંચની ગાઇડલાઇન મુજબ જિલ્લામાં દરેક વિધાનસભામાં પ-પ મતદાન બુથો મહિલા સંચાલીત છે. જેને સખી મતદાન મથકો કહેવાય છે.

(11:44 am IST)