Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં જવાનો બંધ કરેલ ટૂંકો માર્ગ ખુલ્લો કરવા માગણી

ઉના તા. ૧૬ :.. એસ. ટી. બસ સ્ટેશનમાં મુસાફરો માટે સલામત-અનુકુળ રસ્તો બંધ કરી દિવાલ ચણી લેતા રસ્તો ખુલ્લો કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

અમરેલી એસ. ટી. ડીવીઝન હેઠળ ઉના એસ. ટી. ડેપોના બસ સ્ટેશનમાં પશ્ચિમ દિશામાં ગની માર્કેટ તરફ વરસોથી રાહદારીઓને મુસાફરોને બસ સ્ટેશનમાં આવવા-જવા માટે ટૂંકો અને સલામત રસ્તો હતો તે નવુ બસ સ્ટેશનનાં બાંધકામ બાદ બંધ કરી દેવાતા ઉનાનાં જાગૃત નાગરીક હર્ષદભાઇ ઓઝાએ અમદાવાદ એસ. ટી. વિભાગનાં બાંધકામ અધિકારીને લેખીત રજૂઆત કરતાં ર૬-૭-૧૮ નાં રોજ આ કાર્યલયેથી પત્ર આવેલ આ રસ્તો મુસાફર જનતા માટે ચાલુ રખાશે. પરંતુ આદેશનો ઉલાળીયો કરી આ રસ્તો બંધ કરી ઉંચી દિવાલ ચણી લેતા વૃધ્ધ ભાઇઓ બહેનો, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય તેથી ઉનાનાં ૧૮ થી વધુ સામાજીક આગેવાનો એ અમદાવાદ, અમરેલી અધિકારીઓને લેખીતમાં રજૂઆત કરી. તાત્કાલીક આ બંધ રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી છે.

(11:43 am IST)